Back

છોટાઉદેપુર જિલ્લા માં કુલ ૬૪ આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવી.

છોટાઉદેપુર જિલ્લા માં કુલ 64 આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવી.


પ્રાપ્ત વિગતો અનુસાર.પાવી જેતપુરના સુષ્કાલ પી.એચ.સી.માં ૧૯ આરોગ્ય કર્મીઓને કોરોના રસી અપાઈ.છોટાઉદેપુરના પાલસનડા પી.એચ.સી.માં ૩૦ આરોગ્ય કર્મીઓને કોરોના રસી અપાઈ.બોડેલી ના સૂર્યાઘોડા પી.એચ સી માં ૧૫ આરોગ્ય કર્મીઓને કોરોના રસી અપાઈ.  શરૂ થયેલ કોરોના ટીકાકરણમાં છોટાઉદેપુર જિલ્લા ના ત્રણ સેન્ટરો પર રસીકરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું.પાલસનડા. સુષ્કાલ અને સૂર્યાઘોડા માં રસીકરણ રાખવામાં આવ્યુ પી.એચ.સી ખાતે સેન્ટર ફાળવ્યા હતા. જેમાં આજરોજ છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની હાજરીમાં કોરોના ટીકાકરણ કરવામાં આવ્યું હતું, . જયારે પાલસનડા પી.એસ.સી પર સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી  નિ હાજરી માં ટીકાકરણ કરવામાં આવ્યું અને જિલ્લા નું મોટું કાર્યક્રમ બોડેલી ના સૂર્યાઘોડા ખાતે રાખવામાં આવ્યું હતુ. રાજયમંત્રી જયદ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કોવિડ-૧૯ રસીકરણ શુભારંભ સમારોહ કરવામાં આવ્યું.જ્યાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, બોડેલી પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચૌધરીજિલ્લા ભાજપના પ્રમુખ રશ્મિકાંત વસાવા, મહામંત્રી રાજેશભાઈ પટેલ, બોડેલી તાલુકા ભાજપના પ્રમુખ કાર્તિક શાહ વિગેરે સહિત તાલુકાના કોરોના વોરિયર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.જિલ્લા માં રસીકરણ માટે મોટી સંખ્યા માં નામો  રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું .જ્યારે જિલ્લા માં કુલ ૬૪ આરોગ્ય કર્મીઓએ કોરોના ની રસી મુકાવી હતી.રસીકરણ બાદ તમામને અડધા કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તમામ સંપૂર્ણ સ્વસ્થ જણાતા તેઓને જવા દેવામાં આવ્યા હતા.


બોક્ષ.



 સૌ પ્રથમ રસી મહિલા મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ રાઠવાને આપવામાં આવી હતી. તેઓએ સ્વસ્થ થયા બાદ પોતે અગાઉથી જ માનસિક રીતે કોરોના રસી માટે તૈયાર હતા, કોઈ જાતનો ડર કે સંકોચ ન હોવાનું અને સોશ્યલ મીડિયામા ચાલતી અફવાઓ પણ ગણકાર્યા વિના રસી લઈને અન્ય લોકોને પ્રેરણા મળે તેવું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું, અને સાથે સાથે લોકોને કોરોના વેક્ષીનથી કોઈ તકલીફ કે નુકસાન ન થતું હોવાથી લોકોને રસી મુકાવવા જણાવ્યું હતુ