Back

પાવાગઢ:-ધારીયા ગામે જંગલમા દારુ છુપાવા આવેલા ત્રણ ઇસમો પોલીસના હાથે ઝડપાયા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


પાવાગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે શિવરાજપુર નજીક આવેલા ધારીયા ગામે જંગલમાં દારૂનો જથ્થો સગેવગે કરવા બે બાઈક ઉપર છોટાઉદેપુરના મંડલવા ગામે થી  આવેલ બે વ્યક્તિઓ સહિત સ્થાનિક એક વ્યક્તિ મળી  પોલીસે ત્રણ વ્યક્તિઓની પોલીસે 51,600/- રૂપિયાના  વિદેશી દારૂના જથ્થા સાથે  ઝડપી ૩ વ્યક્તિઓની બે બાઇકો સહિત 96, 600/- રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી ત્રણે આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી 

     પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ પી.એન.સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંગત બાતમીદાર પાસેથી તેઓની ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ઘાડા તલાવડી  ગામે રહેતો દશરથભાઈ દલસુખભાઈ બારીયા છોટાઉદેપુરથી મોટરસાયકલ ઉપર દારૂની ખેપ મરાવી ધારીના જંગલમાં લાવી સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે જઇ જોતા બે બાઈકો પર સવાર ત્રણ ઈસમો દૂરથી આવતા નજરે પડતા પોલીસે તેનો ઘેરો ઘાલી તેઓને ઝડપી લેતા  બાઈક ઉપરથી પોલીસને બે કંતાનના થેલા મળી આવ્યા હતા જેમાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની  હોલ ની બોટલો 120 નંગ જેની અંદાજિત કિંમત  51,600/- રૂપિયાનો વિદેશી શરાબ પોલીસને મળી આવ્યો હતો જેમાં પોલીસે જંગલ માં વિદેશી દારુ ને સગેવગે કરવા આવેલા ત્રણ ઈસમો  દશરથભાઈ દલસુખભાઈ બારીયા રહે કોલીયા પડ્યા ઘાટા તલાવડી ગામ તાલુકો હાલોલ. કલ્પેશભાઈ મગનભાઈ રાઠવા અને રાધેશ્યામ રતનભાઇ રાઠવા બન્ને રહે પુજારા ફળિયા મંડલવા ગામ તાલુકો જીલ્લો છોટાઉદેપુર નાઓને બે મોટરસાયકલ અંદાજે કિંમત 45,000/- અને 51,600/- રૂપિયા નો દારૂ મળી કુલ 96,600/-  રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી ત્રણે આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..