યુવા કાર્યકર સુખદેવ ડાભીએ પેજ કમીટીની યાદી મોરબી જિલ્લા મહામંત્રી જયરાજસિંહ જાડેજાને સુપ્રત કરી
વિશ્વ ની સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી એ સ્થાન મેળવવું છે. સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચનાથી પેજ પ્રમુખ ની યાદી સત્વરે જિલ્લા ભાજપ અને શહેર ભાજપ કાર્યલય ને સુપ્રત કરવા કહિયું છે. ત્યારે કોળી સમાન ના યુવા આગેવાન અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર સુખદેવ ડાભી એ પોતાના ગામ ચિત્રાખડા માથી પેજ કમીટીનું લીસ્ટ જીલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજા ને સુપ્રત કર્યું છે.પેજ પ્રમુખ તરીકે ભાજપ માં કામ કરવું ભાજપ ના કાર્યકરો ગૌરવ માને છે. તેમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે હાલ માં ટૂંકા ગાળામાં ચૂંટણી માં તમામ બેઠકો જીતી કામ કરવાની આગવી સ્ટાઇલ થી બધાને પ્રભાવિત કરી દીધા છે. તેમજ સંગઠન ની ભાવના તમામ નાના મોટા કાર્યકરો માં આવે એ માટે હવે પેજ પ્રમુખ ની યાદી મંગાવી સંગઠન ને વધુ મજબૂત કરવા અભિયાન શરૂ કરી દીધું છે.
(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)



