Back

પી.એમ મોદીએ કર્યું ટ્વિટ : અમદાવાદ થી કેવડિયા આવનાર ટ્રેનના ફોટા શેર કર્યા ...આ છે વિશેષતા

પી.એમ મોદીએ કર્યું ટ્વિટ : અમદાવાદ થી કેવડિયા આવનાર ટ્રેનના ફોટા શેર કર્યા ...આ છે વિશેષતા

રાજપીપળા : જુનેદ ખત્રી

૧૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ નર્મદા જિલ્લા ના કેવડિયા ખાતે નવું નિર્માણ પામેલ ભારત નું પ્રથમ ગ્રીન રેલવેસ્ટેશન નું વડાપ્રધાન મોદી ના હસ્તે ઈ લોકાર્પણ થશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ રેલ માર્ગે સરળતાથી કેવડિયા આવી સકશે

આ સાથેજ કેવડિયા થી વિવિધ ૦૮ રૂટ ની ટ્રેન ને વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે પ્રસ્થાન કરાવશે ઉપરાંત અમદાવાદ, વડોદરા થી સંતો મહંતો ઉચ્ચ અધિકારીઓ સહિત ના લોકો ટ્રેન મારફતે કેવડિયા આવનાર છે તેમનું પણ ભવ્ય સ્વાગત થશે

વડાપ્રધાન મોદીએ અમદાવાદ થી કેવડિયા આવનાર પ્રથમ ટ્રેન ના કોચ ના ફોટો ટ્વિટ કર્યા છે તેમાં જણાવ્યું છે કે આવતીકાલે અમદાવાદ થી ઉપડનાર ટ્રેન જન શતાબ્દી એક્સપ્રેસ છે આ ટ્રેન માં વિસ્ટાડોમ કોચ હશે તેમ વડાપ્રધાન મોદીએ માહિતી આપી છે વિસ્ટાડોમ કોચ માં છત ટ્રાન્સપરન્ટ કાચ લાગેલા છે જે પ્રવાસીઓ ને એક અનોખો આનંદ મળશે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..