Back

સોમનાથ મંદિર બીલીમોરા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવવા માં આવ્યો

મોહનલાલ ચુનીલાલ સાંસ્કૃતિક ભવન સોમનાથ મંદિર રોડ બીલીમોરા ખાતે રાજ્યકક્ષાના વન મંત્રી રમણભાઈ પાટકર સાહેબના વરદ હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ  કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમ ની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી  મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ નોડલ ઓફિસર આર. એમ. ચૌધરી સાહેબ એ મંચસ્થ મહાનુભાવો (આમંત્રિત મહેમાનો) નું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકારી પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે કરાવવામાં આવ્યું હતું પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન ગણદેવીના લોકલાડીલા ધારાસભ્ય નરેશભાઇ પટેલે રજુ કરતાં જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા કિશાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ  પુરવઠો મળવાથી રાતના ઉજાગરા વન્ય જીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓ થી કાયમ માટે મુક્તિ મળશે તબક્કાવાર રાજ્યના દરેક ખેડૂતને આ યોજના હેઠળ દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે ગણદેવી તાલુકાના 11kv બલવાડા ફીડરના 11 ગામના ખેડૂતોના 709 ખેતી વિષયક વીજ જોડાણો ને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેવી ખેડૂતલક્ષી પ્રશંસનીય માહિતી પૂરી પાડી હતી સમારંભના આમંત્રિત મહેમાન રાજ્યકક્ષાના વન મંત્રી રમણભાઈ પાટકર સાહેબે એ પ્રાસંગિક ઉદબોધન રજૂ કરતા જણાવ્યું કે ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી હતી ગણદેવી તાલુકામાં 66કે.વી બીલીમોરા સબ સ્ટેશનમાંથી નીકળતા ૦૨ ફિડરો ના 11 ગામોના 709 ખેડૂતોને લાભાન્વિત કરતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરેલ છે જેવી  સુંદર સરાહનીય વાતો રજૂ કરી હતી આ પ્રસંગે  બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજય ભાઈ પટેલ મહામંત્રી મનહર પટેલ નગર પાલિકાના પ્રમુખ વિપૂલા બેન મિસ્ત્રી માજી  પ્રમુખ મનીષ નાયક  પ્રદેશ ઉપાધ્યક્ષ સનમ પટેલ ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ  ભાણી બેન પટેલ નવસારી જિલ્લા પંચાયત ના માજી સભ્ય વિનોદ પટેલ માજી બીલીમોરા શહેર પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ  નવસારી જિલ્લા ભાજપ મંત્રી કીર્તિ મિસ્ત્રી તાલુકા ભાજપ  પ્રૂમખ શાંતિલાલ પટેલ  તેમજ ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી સહયોગ પુરો પાડ્યો હતો  અંતે આભારવિધી એસ.ડી .વસાવા સાહેબે એ સૌનો આભાર વ્યક્ત કરી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના કર્મચારીગણ  એ કર્યું હતું એ સર્વ નો આભાર  વ્યક્ત કરી ટૂંકા શબ્દોમાં પૂર્ણ કરી  હતી   રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..