Back

વાંકાનેર તાલુકા પોલીસની હદમાં અંગ્રેજી દારૃના જથ્થા પર આર.આર.સેલનો દરોડો

"ગુજરાતમાં દારૂબંધી હોય છતાં ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી દારૂ ઘૂસી જાય ત્યાં સુધી સરકાર ઊંઘમાં!?"

ગુજરાત માં દારૂ પર પ્રતિબંધ હોય છતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દેશી દારૂ અંગ્રેજી દારૂ નું મસ્ત મોટું નેટવર્ક ધમધમતું હોય તેમ અવાર નવાર પોલીસ તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં દારૂના જથ્થા ઓ ઝડપી પાડવામાં આવે છે ત્યારે અમદાવાદથી આવી રહેલા એક ટ્રક રાજકોટ તરફ જતો હોય એ સમય દરમિયાન આર.આર.સેલ ની ટીમે ઝડપી તપાસ કરતા મોટો અંગ્રેજી દારૂનો જથ્થો સાથે એક ટ્રક પકડી પડ્યો છે ત્યારે દારૂના દૂષણ ને નષ્ટ નાબૂદ કરવા માટે સરકાર દ્વારા કડક કાયદા ની કલમો અગાઉ કરેલ છત્રા દારૂની પ્રવૃત્તિ જેમાં થોડોક સમય બાદ ફરી તેમાં રાહત કરી દેતા ફરી બુટલેગરોને લીલાલહેર થઈ ગયા હોય તેમ અંગ્રેજી અને દેશી દારૂ દૂષણ ધમધમવા લાગ્યું હોય તેમ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા બાઉન્ડ્રી પાસેથી અંગ્રેજી દારૂ ભરેલ ટ્રક આર.આર.સેલ ની ટીમે ઝડપી લીધાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે નોંધનીય છે કે અન્ય રાજયોમાંથી ગુજરાતના વિસ્તારોમાં આ નષ્ટ મોટું નેટવર્ક ચલાવનાર સામે સરકાર નિષ્ફળ નીવડી હોય તેમ માત્ર કાગળ ઉપર જ ગુજરાતમાં દારૂબંધી હોય તેઓ હાલ મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે સરકારી બાબુઓ અને નેતાઓ ગુજરાતમાં દારૂનું દુષણ નષ્ટ  નાબૂદ કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય તેમ અવાર નવાર ગુજરાતમાંથી દેશી અને અંગ્રેજી દારૃના જથ્થા સાથે ઝડપાઇ રહ્યા છે ત્યારે નોંધનીય છે કે અગાઉ પણ આર.આર.સેલ દ્વારા બાઉન્ડ્રી નજીક અંગ્રેજી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડયો હતો ફરી આજ રોજ 15 1 2021 ના રોજ મોડી રાત્રે વાંકાનેર તાલુકા પોલીસની હદમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે જે તસવીરમાં નજરે પડે છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..