ભિલોડા ગ્રામ પંચાયતમાં સંબંધિત અધિકારીઓના દરોડા
અહેવાલ
માલપુર :હિતેન્દ્ર પટેલ
ભિલોડા ગ્રામ પંચાયતમાં સંબંધિત અધિકારીઓના દરોડા
અરવલ્લી ના ભિલોડા મુકામે ગ્રામપંચાયત માં સંબન્ધિત અધિકારીઓ ની ટીમ દ્વારા ૧૪માં નાણા પંચ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગ્રામપંચાયત દ્વારા આર.સી.સી રસ્તાઓના કામકાજ દરમ્યાન વ્યાપક ભ્રષ્ટાચાર થયેલ હોય તે બાબતે તપાસ હાથ ધરાઈ હતી આ પગલે અધિકારીઓની ટીમો ભિલોડામાં ઉતરતાં ગ્રામ પંચાયતમાં ભારે ફફડાટ ફેલાયો હતો જાગૃત ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.અધિકારીઓ દ્વારા ન્યાયિક પ્રક્રિયા હાથ ધરાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવવા ની આશંકા રહેલી છે



