એચ.ડી.એફ.આઈ. સંસ્થા દ્વારા ઉત્તરાયણ ના તહેવાર નિમિતે દાન ઉત્સવ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ની જાણીતી એચ.ડી.એફ.આઈ. સંસ્થા સામાજીક ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે અને વારે તહેવારે સંસ્થા દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે.
સંસ્થા ના પ્રમુખ હર્ષ કૌશિક અને મહિલા શશક્તિકરણ વિભાગ ના પ્રમુખ અંજલિ કૌશિક દ્વારા ઉત્તરાયણ ના પર્વ નિમિત્તે દાન નું મહત્વ સમજી ને સંસ્થા ના કાર્ય રૂપે અમદાવાદ ખાતે ના શાહીબાગ દફનાળા પાસે અપંગ અને વિધવા મહિલાઓ ને રાશન ની કીટ અને મકરસંક્રાંતિ નિમિતે ચીકી અને ફળો નું દાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં એચ.ડી.એફ.આઈ સંસ્થા ના સભ્યો અને સાથે જ સાબરમતી પોલીસ સ્ટેશન ના પી.આઈ. આર .એસ. ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા ના કાર્ય ને બિરદાવ્યું હતું.
એચ.ડી.એફ.આઈ. સંસ્થા ના પ્રમુખ હર્ષ કૌશિક અને મહિલા પ્રમુખ અંજલિ કૌશિક સાથે સાબરમતી વોર્ડ ના કમલેશભાઈ મુઠા અને સંસ્થા ના અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
Matter Covered By
NK Entertainment
Ahmedabad
7600487998





