Back

ઉત્તરાયણ માતામ માં ફેરવાઈ....નાંદોદ તાલુકાના રસેલા ગામમાં રહેતા યુવાન ઉપર કટિંગ દરમિયાન તાડ નું ઝાડ પડતા સારવાર દરમિયાન મોત

ઉત્તરાયણ માતામ માં ફેરવાઈ....નાંદોદ તાલુકાના રસેલા ગામમાં રહેતા યુવાન ઉપર કટિંગ દરમિયાન તાડ નું ઝાડ પડતા સારવાર દરમિયાન મોત

તાડ નું વૃક્ષ કાપનાર કેટલાક યુવાનો એ દોરડું બાંધી કટિંગ કરતા હતા એ સમયે મરનાર યુવાન પરજ વૃક્ષ પડતા ગંભીર ઇજાઓ થઈ હતી

મૃતક યુવાન જીવદયા પ્રેમી હોય ગામમાં કે આસપાસના વિસ્તારોમાં સરીસૃપો પકડવાની સેવા કરતો હતો

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામના યુવાન પર તાડ નું ઝાડ પડતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રસેલા ગામ માં મામા ના ઘરે રહેતો મૂળ નાંદોદ ના વાવડી ગામનો મેહુલ ભરતભાઇ વસાવા(ઉ.વ.૨૪) આજે ઉત્તરાયણ ના દિવસે રસેલા ગામ માં તાડ નું ઝાડ કાપતો હતો તેની સાથે અન્ય મિત્રો પણ હોય ઝાડ ને દોરડું બાંધી સલામતી પણ રાખી હોવા છતાં કટિંગ કરતી વખતે ઝાડ મેહુલ વસાવા પર જ પડતા તેને ગંભીર ઇજાઓ થતા રિક્ષામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે લાવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી માં રીફર કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા ઉત્તરાયણ નો પર્વ તેના પરિવાર માટે માતામ માં ફેરવાઈ ગયો હતો. રાજપીપળા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

◆ મરનાર મેહુલ વસાવા પોતે જીવદયા પ્રેમી હોય રસેલા સહિત આસપાસના ગામોમાં નિકળતા સરીસૃપો પકડવાની સેવા કરતો હોવાનું જાણવા મળ્યું છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..