Back

રાજપીપળા પાસે કરજણ પુલ ઉપર ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત માં એક નું મોત

રાજપીપળા પાસે કરજણ પુલ ઉપર ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત માં એક નું મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા પાસે આવેલ કરજણ નદી ના પુલ ઉપર ટ્રક ચાલક ઇકો ગાડી સાથે અકસ્માત કરી નાસી છૂટ્યો હતો અકસ્માત માં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક નંબર MH 20 AT 6291 ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે અને ફફલત ભરી રીતે હંકારી ઇકકો ગાડી નંબર GJ 17 UU 7129 નાઓની સાથે એકસીડન્ટ કરતા ફરીયાદીનો મોટો ભાઇ અક્ષયકુમાર નગીનદાસ પંચાલ તથા દિનેશભાઇ ગુજલાભાઇ રાઠવા નાઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ટ્રક ચાલક એક્સિડન્ટ કરી નાસી છૂટ્યો હતો આ બાબતે રાજપીપળા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..