Back

નંદોદના કરાઠા ગામે ખેતરમાં વાડ બનાવવા બાબતે જાનથી મારીનાખવાની ધમકી આપતા પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ

નંદોદના કરાઠા ગામે ખેતરમાં વાડ બનાવવા બાબતે જાનથી મારીનાખવાની ધમકી આપતા પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી ચિરાગભાઇ જગદિશભાઇ પટેલ પોતાના ખેતરે વાડ બનાવતા હોય તે વખતે આ કામનો આરોપી અશ્વિનભાઇ ચિમનભાઇ વસાવા કહેવા લાગેલ કે અહી વાડ કેમ બનાવ છો તે વખતે ફરીયાદી એ જણાવેલ કે અમારા ખેતરની હદ હોય જેથી તમારા ઢોર-ઢાંકર પેસી ના જાય તે માટે વાડ બનાવુ છુ તેમ કહેતા આરોપીએ નજીકમાં પડેલ ઈટ ના ટુકડા લઈ ને છુટા મારતા ફરિ,ને જમણા હાથના ભાગે તેમજ પિઠના ભાગે વાગી જતા ઈજા થયેલ તેમજ આરોપીની પત્નિ તેના હાથમાની લાકડી લઈને મરતા ફરિ.ને જમણા હાથે તેમજ ડાબા હાથે ઈજા કરી તથા તથા જમીન ઉપર પડી જતા ઇજા થઇ હતી ઉપરાંત આરોપીઓ એ ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..