Back

સાવધાન !!! ફેસબુક /ઇન્સ્ટાગ્રામ માં મિત્ર બનાવી ને વિડિઓ ચેટ રેકોર્ડ કરી લોકો ને બ્લેકમેઇલ કરનાર ટોળકી સક્રિય

અજાણ્યા લોકો ની ફેસબુક /ઇન્સ્ટાગ્રામ માં રિકવેસ્ટ સ્વીકારવી ભારે પડી શકે છે. હાલ માં એક નવા જ પ્રકાર ની સ્ટાઇલ થી પૈસા પાડવા ના કીમિયો ચાલુ થયો છે. ફેસબુક /ઇન્સ્ટાગ્રામ માં મિત્ર બનાવી ને લોકો ને બ્લેકમેઇલ કરનાર ટોળકી સક્રિય થઇ છે માટે કોઈ સ્વરૂપવાન છોકરી ની ફેસબુક /ઇન્સ્ટાગ્રામ માં રીકેવેસ્ટ આવે તો એક્સેપટ કરતા પહેલા વિચારજો . બની શકે કે હાલ માં જે બ્લેકમેઇલ કરનાર ટોળકી છે એના તમે આગલા શિકાર હોઈ શકો છો .

સૌથી પહેલા એકદમ રિયલ લાગતી છોકરી પ્રોફાઇલ માંથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી મિત્રતા કેળવવા માં આવે છે ને ફેસબુક /ઇન્સ્ટાગ્રામ ચેટ માં મીઠી મીઠી વાતો કરી ને મોબાઈલ નંબર ની આપ લે કરાવી લે છે ત્યાર બાદ વોટ્સઅપ વિડિઓ ચેટ માં વાતો કરતા કરતા વિડિઓ રેકોર્ડ કરી લે છે. વિડિઓ ચેટ માં ઘણી વાર છોકરી નગ્ન થઈ ને એજ રીતે સામે પણ નગ્ન થવા નું કહી વિડિઓ ચેટ રેકોર્ડ કરી લેવા માં આવે છે.

ત્યાર બાદ એ વિડિઓ બીજા મિત્રો ને સગા વ્હલા ને મોકલવા ની ધમકી આપી ને પૈસા માંગવા માં આવે છે. જો કાંઈ જવાબ ના મળતા ફેસબુક /ઇન્સ્ટાગ્રામ માંથી નજીક ના વ્યકિતી ને શોધી ને એ વિડિઓ મોકલાવી પૈસા કઢાવવા મજબુર કરવા માં આવે છે. મોટાભાગે લોકો આબરૂ જવા ની બીકે પૈસા આપી દેતા હોઈ છે. માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં કોઈ અજાણી વ્યકિત સાથે દોસ્તી કેળવવી ભારે પડી શકે છે.

આ ટોળકી ખાસ કરી ને એ લોકો ને ટાર્ગેટ કરે છે જે લોકો પોતાની પ્રોફાઈલ માં પોતે હાઈફાઈ લાઈફ સ્ટાઇલ થી જિંદગી જીવે છે , ફોરેન ટ્રીપના ફોટોસ શેર કરિયા હોઈ ને પોતે નવી કાર લીધી છે ના ફોટો પોસ્ટ કરી આવક ને આડકતરી રીતે સોશ્યલ મીડિયા લોકો ને ઈમ્પ્રેસ કરવા માટે શેર કરતા હોઈ.

મોટા ભાગે લોકો આબરૂ જવાની બીકે ના તો પોલીસ ફરિયાદ કરે છે ના તો બીજા લોકો ને વાત કરે છે. ને આ લોકો ને એક મોકળું મેદાન મળી જાય છે લોકો ને છેતરવા નો . વોટ્સઅપ ની નવી પ્રાઇવેસી પોલિસી નો આપડે કકળાટ કરતા હોઈ છે પણ ઘણીવાર અજાણતા દોસ્તી કેળવવા ના નામે પોતાને મુશ્કેલી માં મૂકી દેતા હોઈ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..