Back

ઝઘડીયા પાસે ભેંસો અને પાડિયા ભરીને જતી ટ્રક ઝડપાઇ

ઝઘડીયા પાસે ભેંસો અને પાડિયા ભરીને જતી ટ્રક ઝડપાઇ




 ભરૂચ જીલ્લાના ઝઘડીયા નજીક  પોલીસે ૧૪ પશુઓ ભરીને જઇ રહેલી એક ટ્રક ઝડપીને ડ્રાઇવરની અટકાયત કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા  મુજબ ગઇકાલે ઝઘડીયા પોલીસે  વોચ તપાસ દરમિયાન  ઝઘડીયા મીશન શાળા પાસેથી પસાર થતી આ ટ્રક શંકાસ્પદ જણાતા તેને અટકાવી હતી.ટ્કને અટકાવીને પોલીસે ટ્રકની અંદર તપાસ કરતા  અંદર ભેંસો અને ભેંસના  પાડિયા ખીચોખીચ  દોરી વડે બાંધીને લઇ જવાતા જણાયા હતા. પશુઓને ખાવા માટે ઘાસચારો કે પાણીની સગવડ હતી નહિ. આ પશુઓ કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતા હોવાનું જણાતા પોલીસે પશુઓ ભરેલ ટ્રકનો કબજો લીધો હતો.પશુઓની હેરાફેરી કરવા અંગેના સરકારી નિયમનો ભંગ જણાતા પોલીસે  ટ્રકમાં ભરીને  ગેરકાયદેસર રીતે લઇ જવાતા  ભેંસો નંગ ૮ ,ભેંસોના પાડિયા નંગ ૬  મળી કુલ ૧૪ પશુઓ કુલ કિંમત રુ.  ૪૧૨૦૦૦ અને ટ્રક રુ.૫૦૦૦૦૦  મળીને કુલ રુ.૯૧૨૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને   ટ્રક ડ્રાઇવર કાસમભાઇ ઇસ્માઇલ મન્સુરી રહે.ગામ પાલેજ તા.જિ.ભરુચની અટકાયત કરી હતી.




ઈરફાન ખત્રી

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..