Back

ઝઘડીયાની કંપનીમાં નોકરી કરતી મહિલા સાથે ગંદી હરકતો કરતા કર્મચારી સામે ફરિયાદ

ઝઘડીયાની  કંપનીમાં નોકરી કરતી મહિલા સાથે ગંદી હરકતો કરતા કર્મચારી સામે ફરિયાદ 


ઝઘડીયા ખાતે એક કંપનીમાં નોકરી કરતી એક મહિલા સાથે ગંદી હરકતો કરતા કંપનીના એક કામદાર સામે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ લખાવી છે.આ માણસ સાત મહિના જેટલા સમયથી  ગંદી હરકતો કરતો હતો.અંકલેશ્વરની આ મહિલા  કંપનીમાં સિક્યુરીટીમાં નોકરી કરે છે.કંપનીમાં નોકરી કરતો  ગોવાલી ગામનો કલ્પેશ રોહિત નામનો કામદાર  મોબાઇલ ફોન કાન પર રાખીને ખરાબ ચેસ્ટા કરેછે.ખરાબ  ઇરાદાથી ગંદી હરકતો કરેછે. મહિલા કંપનીની અંદર પ્લાન્ટમાં  રાઉન્ડ મારવા જાય ત્યારે પણ ગંદી  હરકતો કરે છે.કંપનીના બીજા કામદારો આગળ મહિલાની ખરાબ વાતો કરેછે.અને પોલીસ ફરિયાદ કરશે  જોઇ લેવાની  ધમકી આપેછે. પોતાની લાજ લેવાના ઇરાદાથી આવી ગંદી હરકતો કરતો હોવા બાબતે આ  મહિલાએ  ઝઘડીયા પોલીસ મથકમાં  ફરિયાદ લખાવતા પોલીસે આ ઇસમ વિરુધ્ધ  ગુનો નોંધીને  તપાસ હાથ ધરી છે.

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..