Back

કોરોનાં વેકસિન નો બરવાળા પ્રાથમિક આરોગ્ય ખાતે કરવામાં આવ્યો શુભારંભ

રિપોર્ટર દિલીપ ચાવડા બોટાદ બરવાળા

           પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ખાતે કોરોના વેક્શીનો શુભારંભ કરવામાં આવ્યો.

દેશ અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારી એ માનવીનું સામાજિક અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.સમગ્ર દુનિયાને આ મહામારી એ પોતાની લપેટ માં લીધું છે.WHO એ કોરોના રોગ ને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે.આ મહામારીના સમયમા સરકારનો  આરોગ્ય વિભાગ ખડે પગે ઉભો રહ્યો છે ત્યારે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ ખાતે કોરોના વેક્શીનનો શુભારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે પ્રતાપભાઈ બારડ (બરવાળા નગરપાલિકા પ્રમુખશ્રી), તેમજ ભોલાભાઈ મોરી (પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી બરવાળા) બળવંતસિંહ ગોહિલ (મામા) (પૂર્વ મહામંત્રીશ્રી શહેર ભાજપ) તથા પ્રા.આ.કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો.એમ.કે.સાત્યકી તથા તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ ખાતે કુલ 70 ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કરને કોરોના વેક્શીન આજ રોજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર દ્વારા આજરોજ કોરોના વેક્શીન લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ અને સંદેશો આપેલ છે કે કોરોના વેક્શીન લેવી જ જોઈએ જેથી આ મહામારી સામે આપણે સૌ રક્ષણ મેળવી શકીએ.આ કાર્યક્રમને સફળ બનાવવા વિમલ જે.વસાણી (તાલુક ફાયનાન્સ ઓફીસર) એ ભારે જહેમત ઉઠાવેલ હતી.

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..