Back

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં માં બાળ લગ્ન અટકાવવા માં આવ્યા.

રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં માં બાળ લગ્ન અટકાવવા માં આવ્યા.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાર ગામ માં બાળ લગ્ન થઈ રહ્યાં છે તેવી ફરિયાદ મળતા બાળ લગ્ન પ્રતિ બંધક અધિકારી  આર. પી. ખાંટા સાહેબ ના આદેશ હેઠળ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવીયાડ ના માર્ગદર્શન થી અને પોલીસ વિભાગ ના સંકલન સાથે  ટીમ બનાવવામાં આવેલ.એ. જી. કુરેશી લીગલ કમ પ્રોબેશન ઓફિસર  ના નેતૃત્વ માં સમગ્ર કામગીરી થયેલ, સદર ટીમ માં  સંદીપકુમાર ભાટ, વિક્રમ ચારેલ, પરેશ મકવાણા તેમજ પોલીસ વિભાગ માં થી પ્રકાશ ડામોર, અશોક ભાઈ હાજર રહેલ અને બાળ લગ્ન અટકાવવામાં આવેલ. વાલી ને બાળ લગ્ન ની જોગવાઈઓ વિશે સમજ પૂરી પાડવામાં આવેલ . જેમાં બાળક ની ઉમર 21 વર્ષ અને બાળકી ની ઉમર 18 વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી જ લગ્ન કરાવવા જોઈએ, વાલી દ્વારા લગ્ન મોકૂફ રાખવામાં આવેલ  છે

દાહોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..