Back

ટંકારા નજીક કાર પલ્ટી મારી જતા 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત

ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સાવડી ગામના વળાંકમા આજે સવારે ચારેક વાગ્યાના સુમારે એક પરિવાર વડોદરાથી દર્શન કરવા દ્વારકા જતો હતો. ત્યારે રોડ આડે કુતરૂ ઉતરતા સ્ટેરીગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અર્ટિગા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી, આર્યબેન ચૌહાણ, ચંદનબેન રમેશભાઈ મોરીને ગંભીર ઇજા પહોંચી હોય ટંકારા 108ના ઇએમટી વલ્લભભાઈ લાઠીયા ચાલુ સારવારે પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ ખસેડયા હતા.

ભાવિન સેજપાલ સાથે ઘવલ ત્રિવેદી 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..