Back

જામનગરમા પુર્વ સાંસદના પુત્રવધુ સહિત જુગાર રમનાર ઝડપાયા-LCB નો દરોડો

જામનગરમા પુર્વ સાંસદના પુત્રવધુ સહિત જુગાર રમનાર ઝડપાયા-LCB નો દરોડો



જામનગર

રિપોર્ટર   નયના દવે




જામનગર શહેરના હાથી કોલોનીમાં રહેતા મહિલા સંચાલિત જુગાર સ્થળે રેઇડ દરમ્યાન એલસીબીએ 57000 ની રોકડ અને 4 બાઇક મળી કુલ રૂા.1.77 લાખના મુદ્દામાલ સાથે પૂર્વ સાંસદના પુત્રવધુ સહિત 14 મહિલાઓને તીનપત્તી રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના હાથી કોલોની શેરી નં.1માં ઓમકાર એપાર્ટમેન્ટ, બ્લોક નં.102માં રહેતા પૂર્વ સાંસદના પુત્રવધુ દિવ્યાબેન તેના ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે રેઇડ દરમ્યાન દિવ્યાબેન સહિત 14 મહિલાઓને રૂા.57000 ની રોકડ રકમ અને રૂા.1.20 લાખની કિંમતની 4 બાઇક સહિત કુલ રૂા.1.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..