Back

વિજાપુર ના વીજ કર્મીઓ એ વિવિધ પડતર માંગણીઓ ને લઇને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

વિજાપુર ના વીજ કર્મીઓ વિવિધ માંગણીઓ ને લઇને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

વિજાપુર તા ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ રવીવાર

રિપોર્ટર  સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )


વિજાપુર વીજ કમ્પની ના કર્મચારીઓ ની છેલ્લા બે વર્ષ ની વિવિધ પ્રશ્નો અને માંગણીઓ ને લઈને ગુજરાત ઉર્જા વિભાગ ની સાત કંપની ઓ ના વિવિધ કર્મચારીઓ ના યુનિયનો દ્વારા આંદોલન માં જોડાયેલા હતા આ કર્મચારીઓ ની સતત માંગણી ઓ હોવા છત્તા એ સરકાર દ્વારા માંગણી ઓ પ્રત્યે કોઇ પ્રત્યુત્તર નહી મળતા વિજાપુર ના વીજ કંપની ના કર્મચારીઓ ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતી માં જોડાઇ ને વીજ કંપની ના પતંગણ માં સૂત્રોચ્ચાર કરીને સામુહિક લડત ની ઘોષણા કરવામાં આવી હતી વિધુત કંપની ના ૫૫૦૦૦ (પંચાવન હજાર ) કર્મચારીઓ સાતમા પગાર પંચ ના ભથ્થા એરિયર્શ બેઝીક પગાર ઉપર મળવા પાત્ર અલાઉન્સ  મેળવવા માટે સમગ્ર ગુજરાત રાજ્ય ના ઉર્જા વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ લડત ચલાવી રહયા છે જેમાં તાલુકા ના કર્મચારીઓ લડત માં જોડાઈને ઉગ્ર દેખાવો કરી સાતમા પગાર પંચ ના એરિયર્શ સહીત તમામ મળવા પાત્ર લાભો ની માંગણી કરી લડત ને બુલંદ બનાવી હતી જોકે આ અગાઉ ગુજરાત સરકાર સાથે યુનિયન ના કર્મચારીઓ સાથે સમાધાન બેજ ઉપર બેઠક યોજાઇ હતી જે માં પ્રશ્નો નો કોઇ ઉકેલ નહીં આવતા તમામ કર્મચારીઓ હડતાળ પાડીને લડત ને વેગવાન બનાવી હતી

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..