Back

વડોદરાથી આવેલ પ્રથમ ટ્રેનમાં લોકગાયિકા કિંજલ દવે પોહોંચી કેવડિયા : પ્રથમ વખત કેવડિયા આવી ખુશી વ્યક્ત કરી

વડોદરાથી આવેલ પ્રથમ ટ્રેનમાં લોકગાયિકા કિંજલ દવે પોહોંચી કેવડિયા : પ્રથમ વખત કેવડિયા આવી ખુશી વ્યક્ત કરી

રાજપીપળા : જુનેદ ખત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા ખાતે નવનિર્મિત ભારતનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ભારતના જુદા-જુદા રાજયોમાંથી કેવડીયા આવવા માટે ટ્રેનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે કેવડિયા ખાતે વડોદરાથી સૌપ્રથમ પ્રતાપનગર કેવડીયા ડેમુ ટ્રેન આવી પહોંચી હતી જેમાં વિવિધ મહાનુભાવો અધિકારીઓ વિવિધ ધર્મના ધર્મગુરૂઓ સેલીબ્રીટીઓ પણ આવી પહોંચ્યા હતા જેમાં પ્રખ્યાત લોકગાયક કિંજલ દવે પણ આવ્યા હતા તેઓએ પ્રથમવાર કેવડિયા આવાની ખુશી વ્યક્ત કરી હતી તેમજ ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ નો આભાર વ્યક્ત કર્યો હતો અલગ અલગ રાજ્યોને જોડતી ટ્રેન સેવા કેવડિયા ખાતે શરૂ થઈ છે જે સરદારના નામને વિશ્વ ફલક ઉપર પોહોચાડસે તેવી આશા વ્યક્ત કરી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..