Back

જુનાગઢમાં ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી સોની વેપારી સાથે આચરી એક લાખથી વધુની છેતરપીંડી

(ભરત બોરીચા..... જૂનાગઢ)

જુનાગઢ ચોકસી બજારના સોની વેપારી સાથે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનો સ્ક્રીનશોટ બતાવી એક લાખથી વધુની કિંમતના દાગીનાની ઉઠાંતરી      

તસ્કરોએ નવી ઓપરેન્ડી અપનાવતા વેપારીઓ સાથે પોલીસમાં ચર્ચાનો માહોલ

જુનાગઢ : એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચોકસી બજાર વિસ્તારમાં આવેલ એક સોનીની દુકાને તસ્કરોએ નવા જ પ્રકારની ઓપરેન્ડી અપનાવી દાગીના તફડાવતા વેપારીઓ સહિત પોલીસ બેડામાં પણ સટ્ટાનો માહોલ ઉભો થયો છે.             

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના દિવાન ચોક પાસેના વિસ્તારમાં આવેલ ચોકસી બજારમાં આવેલ દામજી કાનજી નામની અમિનેશ લોઢીયાની સોનાની દુકાન ખાતે બે શખ્સો આવી અને પોતે ઈન્કમટેક્સ અધિકારી છે, અને જેમાંના એક વ્યક્તિએ પોતાનું નામ સંતોષકુમાર યાદવ બતાવી કહ્યું કે મારે સોનાની કપલ રીંગ તથા સોનાનો ચેઈન લેવો છે, એવું કહી દાગીના બતાવવાનું કહ્યું જેથી સોની વેપારીએ દાગીના બતાવતા જેમાંથી એક સોનાનો ચેઈન ૨૫.૭૨૦ ગ્રામ જેની કિ.રૂ. ૧.૪૦ લાખનો રાખેલ અને સોની વેપારીને જણાવેલ કે તમારા એકાઉન્ટ નંબર આપો જેથી હું પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપું છું, જેથી ભોગ બનનાર વેપારીએ પોતાના એકાઉન્ટ નં.– 36409831797 આપ્યા ત્યારે છેતરપીંડી કરનાર વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયાનો સ્ક્રીન શોટ બતાવી કહ્યું તમારા ખાતા પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે, તેમ કહી સોનાનો ચેઈન લઈ એ વ્યક્તિ જતો રહ્યો હોય, ત્યારબાદ વેપારીએ બેંકમાં પોતાનું એકાઉન્ટ ચેક કરતા જાણવા મળ્યું કે સોનાના ચેઈનનું પેમેન્ટ જમા થયું જ નથી જેથી ભોગ બનનાર સોની વેપારીને લાગ્યું કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે, જે અંગે સોની વેપારી અમિનેશ પ્રવિણભાઈ લોઢીયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈન્કમટેક્સ અધિકારીના નામે આવેલ આજ અજાણ્યા શખ્સ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી તપાસ આદરી છે, આ બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ જે.એચ.કછોટ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..