Back

બોટાદ જિલ્લાના માર્કેટીંગ યાર્ડ માં નવી ઑફિસ,આરામ ગૃહ અને સરદાર વલલભભાઈ પટેલ ની પ્રતિમા નું કરવા માં આવ્યું લોકાર્પણ

રિપોર્ટર:::દિલીપ ચાવડા બોટાદ

બોટાદ જિલ્લાના માર્કેટ યાર્ડ માં નવી ઑફિસ,આરામ ગૃહ અને સરદાર વલલભભાઈ પટેલ ની પ્રતિમા નું કરવા માં આવ્યું લોકાર્પણ

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે બોટાદ ખાતે સબયાર્ડમાં  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ નવી બનાવેલી ઓફિસ નુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું


આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ એવા શ્રી સી.આર.પાટીલ  બોટાદ ની મુલાકાતે આવેલ હતા અને તેઓના હસ્તે બોટાદ ખાતે હઙદઙ રોડ પર બનેલ સબ માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવી તેમજ નવી બનાવેલી ઓફિસ તથા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

  આ પ્રસંગે તેઓએ જણાવેલ કે સરકારશ્રીની જે કંઈપણ ખેડૂતલક્ષી યોજનાઓ હોય તે તમામ ખેડૂત લક્ષી યોજના ઓનો  ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ આ માર્કેટિંગ યાર્ડ થતા ખેડૂતોની આવક વધશે તેવું પણ જણાવ્યું હતું  

  આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ તથા સંસદ સભ્ય ભારતીબેન શિયાળ તથા ગઢડા ના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર તથા મધુસૂદન ડેરી નાં ચેરમેન તેમજ બોટાદ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ભોળાભાઈ રબારી શહેર પ્રમુખ ચંન્દ્રકાન્તભાઈ સાવલિયા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇન્ચાર્જ અમોહ ભાઈ શાહ તેમજ  જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..