Back

જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે બેઠક યોજાઇ

જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે બેઠક યોજાઇ

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાને લઇ કાયદો વ્યવસ્થા બાબતે જરૂરી ચર્ચા-પરામર્શ કરવામાં આવી હતી.આ ઉપરાંત બેઠકમાં CRPC કલમ હેઠળના અટકાયતી પગલાં, પેટ્રોલિયમ, એકસકલુસીવ, પોઇઝન એકટ હેઠળના લાયસન્સ- એનઓસી બાબતે પણ જરૂરી ચર્ચા કરાઇ હતી. કલેકટરએ જિલ્લામાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ ગોઠવવામાં આવશે

બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ, ,નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, ડીવાયએસપીઓ, આરટીઓના અધિકારી વગેરે ઉપસ્થિત રહયા હતા.

 

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..