Back

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે તાલુકા આગેવાનો સાથે બેઠકોની દૌર શરૂ

ડાંગ રિપોર્ટર ;- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વચ્ચે વિધાનસભા પેટા ચૂંટણીના પ્રણેતા કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને ચૂંટણી ઇન્ચાર્જ શ્રી અશોકભાઈ ધોરજીયા ની બેલડી ચૂંટણી રણનીતિના માહિર હોય તાલુકા જિલ્લાની ચૂંટણીની તૈયારી ના ભાગરૂપે કાર્યકરો ,હોદ્દેદારો સાથે સુબીર તાલુકાની 16 બેઠકો અને જિલ્લા પંચાયત ની 4 બેઠકોના આગેવાનો,બુથ પ્રમુખો,શક્તિ કેન્દ્નના પ્રમુખો,ઇન્ચાર્જઓ સાથે બેઠકોની દૌર શરૂ કરી દેતા ભાજપી કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ડાંગ ભાજપ દ્વારા ત્રણેય તાલુકાઓમાં ઉમેદવારો ને ચૂંટણી માં ભવ્ય જીત હાસિલ કરવા કવાયત હાથ ધરી છે. ચૂંટણી ઇન્ચાર્જ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને સહ ઇન્ચાર્જ શ્રી અશોકભાઈ ધોરજીયાની બેલડી ચુંટણી રણનીતિઓના મહારથી હોય વિધાનસભા પેટા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્ય એવા ભારે લીડ થી જીત મેળવતા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ની જવાબદારી પણ તેમની સિરે આવેલ હોય સુબિર તાલુકાની 16 બેઠકના હોદ્દેદારો,કાર્યકરો અને આગેવાનો પાસે અભિપ્રાયો મેળવ્યા હતા. કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન લોકોએ ડાંગમાં મોબાઇલ કનેક્ટિવિટી અને બિસ્માર માર્ગો માટે રજૂઆતો કરી હતી, જેને ભવ્ય જીત મળતા તેમને લોકોને કરેલ વાયદાઓ પૂર્ણ કરવા સમગ્ર જિલ્લાના બિસ્માર માર્ગો અને બીએસએનએલ ટાવરો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી કામગીરી શરૂ કરતાં લોકોમાં ચાહના મેળવી મંત્રી શ્રી અને સહ ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયાની બેલડી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો લહેરાવવા આગેકૂચ કરી દીધી છે.
સોમવારે પ્રકૃતિની ગોદ માં આવેલ મહાલ કેમ્પ સાઇડે યોજાયેલ 16 તાલુકા અને 4 જિલ્લા પંચાયત બેઠકોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. ભાજપની ઝંઝાવતી ચૂંટણી તૈયારીથી કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાય જવા પામ્યો છે.આ બેઠકમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત,હરિરામ સાવંત,કિશોરભાઇ ગાવીત, સુબિર તાલુકા મંડળ પ્રમુખ વિનેશભાઈ ગાવીત,માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,દિલીપભાઈ ચૌધરી, માજી ધારાસભ્ય મંગળ ગાંવીત,સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ, હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..