Back

જામનગરના તબીબને છે....ક મુબઇથી બ્લેકમેઇલ કરવાનો કારસો-પોલીસ એક્શનમા

જામનગરના તબીબને છે....ક મુબઇથી બ્લેકમેઇલ કરવાનો કારસો-પોલીસ એક્શનમા



જામનગર

રિપોર્ટર નયના દવે


જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી દવાખાના ચલાવતા ચાર તબીબો પાસેથી પૈસા પડાવવા નો કારસો રચનાર એક મોબાઇલ ધારક સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે જામનગરના ચારેય તબીબના ક્લિનિકમાં સારવાર લેનાર દર્દી નું મુંબઈમાં રિએક્શન આવ્યા પછી મૃત્યુ થયાનું જણાવી અજ્ઞાત શખ્સે પૈસા પડાવવાનું ષડયંત્ર આચર્યું હતું. 


પરંતુ એક મહિલા તબીબ

દ્વારા સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ફરિયાદ નોંધાવાતાં અજ્ઞાત શખ્સ દ્વારા મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવાયો છે. જામનગર પોલીસે તપાસનો દોર મુંબઈ સુધી લંબાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મુંબઈના સબ ઇન્સ્પેક્ટર પાટીલ ના નામે મોબાઈલ ફોન કરનાર શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં બજરંગ ચોક પાસે સંજીવની કિલનિક ધરાવતા ડો.દિપાલીબેન વિરલભાઇ પંડ્યાના મોબાઇલ નંબર પર ગત ૧૩મી તારીખે ૭૦૭૫૦૫૪૫૦૬, નંબરના મોબાઇલ ધારક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, અને પોતે પોતાની ઓળખ મુંબઈના અગ્રીપાડા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર પાટીલ હોવાની આપી હતી. અજ્ઞાત શખ્સ સૌપ્રથમ કરેલા ફોનમાં દરદીના નામો આપી જણાવ્યું હતું કે દરદીને રીએક્શન આવ્યુ છે એટલે એ લોકોને મળી બધુ પતાવી દો નહીતો ગંભીરતા સર્જાશે


આવુ જ બીજા તબીબો સાથે થયાનુ જાણવા મળે છે અને આ બાબતે પોલીસ તપાસ કરે છે

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..