Back

આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બને તેવા એંધાણ : સરકારે માંગણીઓ નહીં સ્વીકારતા આગામી આંદોલન માટે રણનીતિ ઘડાશે

આરોગ્ય કર્મચારીઓની હડતાળ ઉગ્ર બને તેવા એંધાણ : સરકારે માંગણીઓ નહીં સ્વીકારતા આગામી આંદોલન માટે રણનીતિ ઘડાશે


બે વાર ધરણાં અને વિરોધ હડતાળ કરી સરકારે માંગણી બાબતે લેખિત બાંહેધરી આપી પણ આજદિન સુધી અમલ નહીં

આંદોલન ની રણનીતિ નક્કી કરવા નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ની મિટિંગ


રાજપીપળા : જુનેદ ખત્રી

કોરોના વોરિયર્સ તરીકે આખો દેશ જેમને માન આપે છે તેવા પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એટલેકે આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદત ની હડતાળ ઉપર ઉતર્યા છે સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ સાથે નર્મદા જિલ્લાના જુદી જુદી ૦૭ કેડર ના ૩૫૦ જેટલા આરોગ્ય ખાતા ના કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ ની સૂચના મુજબ અચોક્કસ મુદ્દત ની હડતાળ ઉપર ઉતર્યા છે

ગત 16 મી એ કોરોના વિરોધી રસીકરણ નો પણ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારબાદ સરકાર સાથે આરોગ્ય કર્મચારી મહામંડળની બેઠક નિષ્ફળ નિવડતા આગામી સમયમાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ લાગી રહ્યા છે આજે રાજપીપળા ગાર્ડન ખાતે નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ મિટેશભાઈ ભટ્ટ ની આગેવાનીમાં એક મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના જુદા જુદા તાલુકાઓ માંથી આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા

મિતેષ ભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના 350 જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ માં જોડાયા છે સરકાર તરફથી કોઈ પ્રતિષાદ ન મળતા આંદોલન વેગવંતુ બને તે માટે રાજપીપળા ખાતે મિટિંગ નું આયોજન કરાયું છે આગામી સમયમાં ગાંધીનગર ખાતે પગલાં સમિતિ જે રણનીતી નક્કી કરશે તે મુજબ કાર્યક્રમ રહેશે અમારા પ્રશ્ર્નો નું નિરાકરણ નહિ આવતા અમે કોરોના રસીકરણ નો પણ વિરોધ કર્યો હતો સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ધારણા ની મંજૂરી નહીં આપતા કોર્ટ મારફતે પ્રયાસ કરી રહ્યા છે અને આગામી સમયમાં જો માંગ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી પણ ચીમકી ઉચચારી છે

◆ મુખ્ય માંગણીના પડતર પ્રશ્નો....

૧.પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ જેવા કે મ.પ.હે.વ, ફિ.હે.વ,(૨૮૦૦) અને મ.પ.હે.સુ, ફિ.હે.સુ, સ્ટાફ નર્સના ગ્રેડ-પે સુધારવા

૨.પંચાયત સેવાના ફાર્માસીસ્ટ A.I.C.T.E. મુજબ ટેકનીકલ કેડર હોઈ હાલના આર.આર. મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો ૪૬૦૦નો ગ્રેડ-પે આપવા

૩. આરોગ્યના મેડીકલ પ્રભાગના લેબટેકના આર.ઓ.પી. ૧૯૮૭થી પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધારવામાં આવેલ છે જે મુજબ પંચાયત સેવાના લેબટેકને મડે

૪. આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી. નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થુ આપવામાં આવે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..