Back

ટંકારા ખાતે ક્રોગેસ ના અગણી નેતા અને આગેવાનો કાર્યકરો ની બેઠક મળી

ટંકારા ખાતે ક્રોગેસ ના અગણી નેતા અને આગેવાનો કાર્યકરો ની બેઠક મળી જનસંપર્ક અભિયાન 2021 અંતર્ગત તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને નગરપાલિકા કબજે કરવા નો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત કૉંગ્રેસ ના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા  મોરબી જિલ્લા કોંગ્રેસ નીરિક્ષક કરણસિંહ જાડેજા ,  ટંકારા ધારાસભ્ય  લલીતકાગથરા , એલ એમ કંઝરીયા , જયંતીલાલ.જે.પટેલ મુખ્ય આગેવાનો, સ્થાનિક સ્વરાજ ની મોરબી જિલ્લા, તાલુકા પંચાયત અંગે ની ચુંટણી લક્ષી માહિતિ અને માર્ગદર્શન આપવા માટે પધારેલ હતા.તેમજ  સર્વે  મોરબી તાલુકા પંચાયત  તથા  જિલ્લા પંચાયત ના સદસ્યો ,  સંગઠન ના  હોદ્દેદારો ,મહિલા કોંગ્રેસ,NSUI  ,યુથ , SC , ST સેલ, માઇનોરીટી સેલ ,સેવાદળ , સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ, તથા કોંગ્રેસ પક્ષ ના તમામ હોદ્દેદારો , કાર્યકર્તા ભાઈઓ - ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મોરબી રોડ પર રામાપીર ના મંદીરે આજે મળેલી બેઠકમાં ક્રોગેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર ગુજરાત મા તાલુકા જિલ્લા અને નગરપાલિકા સહિત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ભવ્ય વિજય થશે નો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો આ તકે ટંકારા સંગઠન ના પ્રમુખ ભુપત ગોધાણી એ સર્વે નો આભાર વ્યક્ત કરી ચુંટણી કામે વળગી જવા કાર્યકરો ને હાકલ કરી હતી

(હર્ષદરાય કંસારા)

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..