Back

હાલોલ:બંધ હાલતમા પડેલી કારમા એકાએક આગ લાગતા બળીને ખાખ.

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ લીમડી ફળિયા તરફ જવાના રસ્તે છેલ્લા કેટલાક સમયથી રોડની સાઈડમાં એક ટાટા સફારી કાર બંધ હાલતમાં પડી રહી હતી જેમાં સોમવારે કારમાં એકાએક આકસ્મિક સંજોગોમાં આગે દેખા દીધી હતી કારમાં આગ લાગતા આસપાસથી લોકો અને નજીકમાં ગેરેજ ધરાવતા લોકો દોડી આવ્યા હતા અને કારમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો જેમાં જોતજોતામા ટાટા સફારી કાર માં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ભડભડ બળવા લાગી હતી.

આગના બનાવ અંગે તાત્કાલિક હાલોલ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી જેમાં હાલોલ ફાયરની ટીમ ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર ફાઈટર વાહન સાથે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કોશિશમાં  જોતરાયા હતા જેમાં ભારે જહેમત બાદ આગ પર ફાયર ફાઈટરના જવાનોએ કાબુ મેળવ્યો હતો જોકે તે દરમ્યાન વિકરાળ આગની જ્વાળાઓમાં કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ જવા પામી હતી જોકે આગમાં ભસ્મીભૂત થઈ ગયેલ ટાટા સફારી કાર કોની હતી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થવા પામી ન હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..