Back

પૂર્વ કચ્છના કિડાણા ગામના તોફાનનો બનાવ દુર્ભાગ્ય પુર્ણ : હિંદુ મુસ્લીમ સમાજને શાંતિ જાળવવા અપીલ : વી.કે.હૂંબલ

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


ગૌતમ બુચિયા દ્વારા


પૂર્વ કચ્છના કિડાણા ગામના તોફાનનો બનાવ દુર્ભાગ્ય પુર્ણ : હિંદુ મુસ્લીમ સમાજને શાંતિ જાળવવા અપીલ : વી.કે.હૂંબલ


કચ્છની શાંતિમાં પલીતો ચાપનારા અસમાજીક તત્વો સામે પોલીસ વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે : કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા


કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા જીલ્લા પંચાયત વિપક્ષીનેતા વી.કે.હુંબલે જણાવાયું હતું કે પૂર્વ કચ્છના કીડાણા  તેમજ પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે રામ મંદિર નિર્માણ નિઘી માટે રથયાત્રા દરમ્યાન કોઈ અસમાજીક તત્વો દ્વારા શાતિમા પલીતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે દુર્ભાગ્યપૂર્ણ છે અને આવા બનાવોને કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્રારા વખોડવામાં આવ્યો હતો કચ્છ જીલ્લો કોમી એક્તાનું પ્રતીક છે. અને શાંતિપ્રિય જિલ્લો છે અને હંમેશા આ જીલ્લામાં દરેક સમાજ અને ધર્મ વચ્ચે ભાઈચારો જોવા મળે છે ત્યારે ભાઈચારાનો ઈતિહાસ પણ છે. દેશમાં જયારે ખાબરી મસ્જિદનો બનાવ કે ગુજરાતના ગોધરા કાંડના બનાવ સમયે પણ કચ્છ જિલ્લામાં શાંતિ ડોળાઈ ન હતી ત્યારે છેલ્લા થોડા વર્ષોથી કચ્છ જિલ્લામાં શાંતિ ડહોડવાના પ્રયાસો થઈ રહ્યાં છે અને ઘણા બની બેઠેલા આગેવાનો યુવાનોને ઉશ્કેરીને તેમના ખંભેબંદુકો ફોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે આવા તોફાનો દરમ્યાન નિર્દોષ યુવાનો જ ફસાઈ રહ્યાં છે અને મુખ્ય સુત્રધાર છટકી જાય છે ત્યારે આવા લોકોથી પણ ચેતવું ખૂબ જ જરૂરી છે. 

અગાઉના તોફાનો દરમ્યાન ધણા નિર્દોષ લોકો હિંદુ મુસ્લીમ બન્ને સમાજના આજે પણ ઘણા લોકો જેલવાસ ભોગવી રહ્યાં છે અને મુખ્ય સુત્રઘારો છટકી ગયેલ છે.ત્યારે સ્વાર્થ પુરો થયા બાદ તેના કુટુંબોની સંભાળ લેવા સુદ્ધાં કોઈ જતું નથી જે બાબતથી સાબિત થાય છે કે ઘણાં બનીબેઠેલા આગેવાનો દ્રારા યુવાનોને ઉશ્કેરવામાં આવે છે ત્યારે આવા બનાવો પાછળ કોણ જવાબદાર હોય છે.જે જાણવું પોલીસ તથા સરકાર માટે ખુબ જરૂરી છે

પૂર્વ કચ્છના કીડાણાના બનાવમાં નિદોર્ષ યુવાન જે પરપ્રાંતીય હતો જે નિદોર્ષ અને અજાણ હતો એ નિર્દોષ  યુવાનની હત્યા થઈ તેનો જવાબદાર કોણ?? તે યુવાન પણ કોઈની પુત્ર હશે કોઈનો ભાઇ,પતિ કે પિતા હશે. જેના પરિવારની સ્થિતિ કેવી હશે તે બાબતજ પીડાદાયક છે. કારણકે આ બનાવ સમયે એક નિદોર્ષ યુવાને જીવ ગુમાવ્યો છે.

આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા હિંદુ-મુસ્લીમ સમાજના દરેક ભાઈઓને  શાંતિ જાળવવા નમ્ર અપીલ કરી હતી તથા મૃત્યુ પામેલા નિર્દોષ યુવાનના મૃત્યુથી જિલ્લા કોંગ્રેસએ શોકની લાગણી વ્યક્ત કરી હતી તથા આ નિદોર્ષ યુવાનના પરિવારને સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે અને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી પણ કરાઈ છે. આ બન્ને બનાવોમાં ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેમજ એક પણ નિદોર્ષ વ્યક્તિ ફસાઈ ન જાય તે જોવા પણ સરકાર સમક્ષ વિનંતી કરી હતી.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..