Back

“વસંતોત્સવ” વિષય અંતર્ગત મોરબી જિલ્લામાં ચિત્ર સ્પર્ધા યોજાશે

“વસંતોત્સવ” વિષય અંતર્ગત મોરબી જિલ્લામાં ચિત્ર સ્પર્ધા યોજાશે

 

પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/-દ્વિતિયને રૂા.૧૫,૦૦૦/-તૃતિયને રૂા. ૧૦,૦૦૦/-નું ઇનામ અપાશે

 

મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવાના વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં (કોવિડ-૧૯)ની ફેસબૂકવ્હોટ્સ એપઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. 

યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સફેસબુક પેજયુ ટ્યુબ ચેનલરેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો,  ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.      

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમતયુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે "વસંતોત્સવ" કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર "વસંતોત્સવ" વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ચિત્રને માઉન્ટીંગ કરી કૃતિની પાછળ નામસરનામુંમોબાઈલ નંબર લખી તા:૨૮/૦૧/૨૦૨૧ થી તા.૧૪/૦૨/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬બીજો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબી ખાતે મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશેતેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી મોબાઈલ ટૂ સ્પોર્ટ્સયોજના અંતર્ગત ફેસબુક પેજ    https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશેતેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.  

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..