Back

નર્મદા મુખ્ય આરોગ્ય અધિકારી , સિવિલ સર્જન સહિતના અધિકારીઓ એ કોરોના વિરોધી રસી લીધી

નર્મદા મુખ્ય આરોગ્ય અધિકારી , સિવિલ સર્જન સહિતના અધિકારીઓ એ કોરોના વિરોધી રસી લીધી

નર્મદા જિલ્લાના કુલ ૫૧ આરોગ્ય અધિકારીઓ/આરોગ્ય કર્મીઓએ કોવીડ-૧૯ વેક્સીન રસી લીધી

રાજપીપલા : જુનેદ ખત્રી

પ્રવર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને માન.વડાપ્રધાનના હસ્તે તા.૧૬ મી જાન્યુઆરીના રોજ કોવીડ-૧૯ વેક્શીનેશનનો ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ તા.૧૬ મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ વેક્શીનેશનો પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પટાવાળા તરીકે ફરજબજાવતા કિશોરભાઇ વસાવાને સૌ પ્રથમ રસી આપવામાં આવેલ તેની સાથોસાથ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ જેવા કે, આરોગ્ય હેલ્થ કેર વકર્સ, આશાબહેનો, એ.એન.એમ વગેરે જેવા આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત,જિલ્લાના આઇ.એમ.એના પ્રેસીડન્ટ ડૉ.ગીરીશભાઇ આનંદ, ચાઇલ્ડસ્પેશ્યલીસ્ટ ડૉ.હરેન્દ્રભાઇ વસાવા, અર્બન હેલ્થ સેન્ટર મેડીકલ ઓફિસર ડૉ.મેઘાબેન વગેરેએ કોવિડ -૧૯ ની રસી લીધેલ તેઓના જણાવ્યા અનુસાર આ રસી લીધાબાદ તેઓને ઓબ્ઝરવેશન રૂમમાં રાખવામાં આવેલ અને આ રસીની કોઇપણ પ્રકારની આડ અસર પણ થયેલ નથી. કોવીડ-૧૯ રસી લેનાર તમામ આરોગ્યકર્મીઓને રસીકરણ કરાવવા માટે અમે પ્રોત્સાહન પુરૂં પાડી રહ્યાં છીએ.

વધુમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ અને તિલકવાડા તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કુલ -૨૬ સહિત જિલ્લાના કુલ-૫૧ આરોગ્ય અધિકારીઓ/આરોગ્ય કર્મઓને રસી આપવામાં આવેલ.આ તમામ લોકો હાલ સુરક્ષીત છે. રસીની કોઇ આડ અસર પણ જોવા મળેલ નથી તેમજ બન્ને સાઇડ પર AEFI ની માર્ગદર્શિકા મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ બન્ને સાઇડ માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવેલ અને સમગ્ર કામગીરીનું મોનીટરીંગ અને સુપરવીઝન કરવામાં આવ્યુ હતું

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..