ભ્રષ્ટાચારની રજૂઆત અને ફરિયાદના પગલે તલાટી સહિત ચાર ને ફરજ મુક્ત કરાયા
ભ્રષ્ટાચારની રજૂઆત અને ફરિયાદના પગલે તલાટી સહિત ચાર
ને ફરજ મુક્ત કરાયા
પ્રતિનિધિ
નસવાડી
બોડેલી તાલુકાના ઉચાપાન જુથ ગ્રામ પંચાયતમાં
થયેલા ભ્રષ્ટાચારની ગ્રામજનોની રજૂઆત અને ફરિયાદના પગલે ચાલુ થયેલી તપાસમાં તલાટી
સહિત ચાર ને ફરજ મુક્ત કરાયા.
પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર જીલ્લા માં આવેલા
બોડેલી તાલુકાના ઉચાપાન જુથ ગ્રામ પંચાયતમાં જુદા જુદા ગામોમાં ભ્રષ્ટાચાર થયો
હોવાની ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી
જેમાં છોટાઉદેપુર ડે. ડીડીઓ તથા બોડેલી ટીડીઓ તપાસ અર્થે ઉચાપાન ખાતે દોડી ગયા હતા
જે સંદર્ભે ગ્રામજનો દ્વારા વિકાસના કામો ની યોજનાઓના જુદા જુદા કામોમાં ભ્રષ્ટાચાર
થયો હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે બોડેલી તાલુકા વિકાસ અધિકારી
સાથે ટેલીફોનીક વાત કરતા તેમને આ તપાસમાં ત્રણ ને ફરજ મુક્ત કર્યા હોવાનું
જણાવ્યું હતું ફરજ મુક્ત કરાયેલા માં (1)ઉત્તમ રાઠવા જી આર એસ (2)ટેકનીકલ
આસિસ્ટન્ટ કલ્પેશ દેવડા અને(3) એ પી ઓ મનરેગા વિજય સોલંકી અને ગ્રામ પંચાયત ના
તલાટી નરેન્દ્ર ભોઈ ની ઉચાપાન જુથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના
મુદ્દે તપાસ ચાલુ છે.ત્યાં સુધી આ ચારે ને ફરજ મુક્ત કરવામાં આવ્યા હોવાનું
જણાવ્યું હતું તો શું આ ભ્રષ્ટાચાર ખરેખર થયેલ છે કે કેમ તે તપાસ પૂર્ણ થયે જ ખબર
પડશે અને ભ્રષ્ટાચાર થયો હશે તો દોષિત પાસેથી બોગસ ગામમાં થયેલ ચર્ચાઓ રિકવર કરવા
આવશે કે કેમ તે જોવું રહ્યું.



