Back

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે મનરેગા યોજના અંતર્ગત બનશે પેવર રોડ

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ 


ગૌતમ બુચિયા દ્વારા


અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે મનરેગા યોજના અંતર્ગત બનશે પેવર રોડ


તાલુકા પંચાયત સદશ્ય શામજીભાઈ આહીર અને જિલ્લા પંચાયત સદશ્ય વી.કે.હુંબલ ના સહિયારા પ્રયાસને ધ્યાને લઈને મંજૂરીની મોહર


અંજાર તાલુકાના લાખાપર ગામના મુખ્ય રોડથી વથાણ સુધીના રોડની બાજુમાં વરસાદી પાણી ભરાતા પગપાળા ચાલતા ગામના નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તે બાબતે ગામના પૂર્વસરપંચ,આગેવાનો અને ગામલોકોએ આ પ્રશ્ને અંજાર તાલુકા પંચાયત સદશ્ય શામજીભાઈ આહીર અને જિલ્લા પંચાયત સદશ્ય વી.કે.હુંબલને રજુઆત કરવામાં આવતા આ પ્રશ્ને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના (ડી.આર.ડી.એ) નિયામકને રજુઆત કરાઈ હતી જે ધ્યાને લઈ મંજૂરી આપીને માર્ગ અને મકાન વિભાગના તત્કાલીન ડી.ડી.ઓ દ્વારા પણ મનરેગા યોજના અંતર્ગત રૂપિયા ૮ લાખના ખર્ચે કામ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી અડધા કિલોમીટર જેટલું રોડની સાઈટનું કામ મનરેગા યોજના અંતર્ગત પેવર રોડ બનાવવામાં આવશે   ત્યારે ગામના લોકોનો આ મુખ્ય માથાના દુખાવા સમાન પ્રશ્ન શામજીભાઈ આહીર અને વી.કે.હુંબલ ના સહિયારા પ્રયાસથી હલ કરવામાં આવ્યો એબદલ આભાર વ્યક્ત કરાયો હતો તેવું કોંગ્રેસ જિલ્લા પ્રવક્તા દીપકભાઈ ડાંગર ની યાદીમાં જણાવાયું છે

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..