Back

ઠાસરા : ખુનના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

ગઇ તા. ૧૨/૧/ર૦૨૧ ના રોજ ઠાસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઠાસરા તેમજ ડાભસર ગામની શેઢી શાખા વિસ્તારમાંથી ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાડી) રહે.સેવાલીયા હુસેન સોસાયટી તા.ગળતેશ્વર જી.ખેડાની લાશ મળી આવેલ જે બાબતે  સેવાલીયા પો.સ્ટેશન ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી. તે પછી ઠાસરા પો.સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ થયેલ હોય તપાસ દરમ્યાન સદર ઇસમનું માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવેલાનું જણાઇ આવતા ઠાસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૨૦૪ ૦૬૦ ૨૧ ૦૦૧૦/ ર૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦ર મુજબનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ હતો.


સદર અનડીટેકટ ખૂનના ગુનાની વીજીટ કરી ગુનામાં સંડોવાયેલા શકદારોની સઘન પુછપરછ કરી વણશોધાયેલ ખુનના ગુનાને શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી ખેડા –નડીયાદ નાઓએ એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એમ.ડી.પટેલ નાઓને સુચના કરેલ હોય જે સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એમ.ડી.પટેલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા સદર ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી જરૂરી ટેકનીકલ સેલની મદદ મેળવી  ગુનો શોધી કાઢવા જરૂરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.

        સદર ગુનાના કામે એલ.સી.બી. કર્મચારીીઓ એ ચોક્કસ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આ ગુનાના કામના શકદાર (૧) નસરૂદીન લતીફમીયા શેખ રહે.રૂસ્તમપુરા ટેકરા ફળીયું તા.ગળતેશ્વર જી.ખેડા નાઓએ તેમના મળતીયાઓ દ્વારા સદર ગુનાને અંજામ આપેલાનું જણાઇ આવતા શકદાર નસરૂદીનને એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી એ.ઓ.તિવારી, એ.એસ.આઇ. રતેસિંહ, અહેડકો દેવેન્દ્રસિંહ, આ.હેડકો.અર્જુનસિંહ, અ.હેઙકો. ઋતુરાજસિંહ, પો.કો. અનિરૂદ્ધસિંહ, પો.કો. ગીરીશભાઇ તથા પો.કો. અમરાભાઇ તથા પો.કો. પ્રદિપસિંહ નાઓ મારફતે અત્રેની એલ.સી.બી.શાખામાં બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને શકદાર નસરૂદીને પોતે તથા પોતાના અન્ય સાથીદારો (૨) હારૂન ઐયુબભાઇ શેખ રહે.અંગાડી ચોથીયાવાડ તા.ગળતેશ્ર્વર જી.ખેડા તથા (૩) રોહિતભાઇ વખતસિંહ પરમાર રહે.ગડીયા તા.ગળતેશ્ર્વર જી.ખેડા મળતીયાઓએ સાથે મળી સદર મરણ જનાર ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાડી)નુ ખુન કરેલાનુ એકરાર કરતા ઉક્ત ગુનામાં સંડોવાયેલ બાકીના બંન્ને આરોપીઓને પણ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઝડપી પાડેલ હતાં.


સદર ગુનાના કામે પકડાયેલ ત્રણેય આરોપીઓની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન મરણજનાર  ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાડી) નાઓ ગાડીની લે-વેચનો ઘંઘો કરતા હોય જેથી નસરૂદીનના ગેરેજ ઉપર આવતા તેની સાથે મિત્રતા થયેલ હતી. જેથી નસરૂદી અને ઇલીયાસ વચ્ચે થયેલ એક વેગન આર ગાડીના સોદાના રૂ.૨૦,૦૦૦/-ઇલીયાસે નસરૂદીનને આપવાના બાકી રાખેલા. જેની નસરૂદીને  અવારનવાર ઇલીયાસ પાસે માંગણી કરતા આપેલ નહિ જેથી નસરૂદીન તથા રોહિત તથા હારૂને ઇલીયાસ ને માર-મારવાની બીક બતાવી પૈસા કઢાવવાનું નકકી કરેલ. જેથી ગત તા.૧૧/૦૧/૨૦૨૧ ના રોજ સાંજના ચાર વાગે  નસરૂદ્દીને ઇલીયાસને ગાડી બતાવવાનું કહી ડાભસર કેનાલ ઉપર બોલાવી તેના અન્ય સાગરિતો રોહિત તથા હારૂનને બાઇકના જમ્પરની પાઇપ સાથે બોલાવેલ હતા, દરમ્યાન નસરૂદ્દીને  ઇલીયાસ પાસે બાકી નિકળતા પૈસાની માંગણી કરતા ઇલ્યાસ પાસે પૈસા હોવા છતાં તે આપતો ન હોઇ જેથી ઇલીયાસ અને નસરૂદીન બંન્ને વચ્ચે ગાળા ગાળી થતા નસુરૂદીને ઇલીયાસ ના માથામાં બાઇકના જમ્પરની પાઇપ મારતા તે પડી ગયા ભાગવા જતાં રોહિતે જમ્પરની પાઇપ લઇ ઇલીયાસ ને માથામાં મારેલ જેથી ઇલીયાસ નીચે પડી ગયેલ અને બે ભાન થઇ ગયેલ જેથી  તેના શર્ટ ના ખિસ્સા માંથી મોબાઇલ ફોન તથા પેન્ટ ના ખિસ્સ્માંથી રૂ.૩૫,૦૦૦/- કાંઢી ઇલ્યાસને કેનાલમાં નાખી દીધેલ. અને ત્રણેય જણાએ ગાડીને ઘક્કો મારી કેનાલના પાણી નાંખી દિઘેલ હતા.


    સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ (૧) નસરૂદીન લતીફમીયા શેખ રહે.રૂસ્તમપુરા ટેકરા ફળીયું તા.ગળતેશ્ર્વર જી.ખેડા (ર) હારૂન ઐયુબભાઇ શેખ રહે.અંગાડી ચોથીયાવાડ તા.ગળતેશ્ર્વર જી.ખેડા (૩) રોહિતભાઇ વખતસિંહ પરમાર રહે.ગડીયા તા.ગળતેશ્ર્વર જી.ખેડા નાઓને ઉક્ત ગુનાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ, મુજબ પકડી સદરી આરોપીઓ પાસેથી તેમોના ત્રણ મોબાઇલ સાથે મરણ જનાર ઇલ્યાસભાઇનો મોબાઇલ પણ મળી આવતા ચારેય મોબાઇલ કિ.રૂ. ૧૫,૫૦૦/- ના ગણી લઇ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી નડીયાદ ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. સદર ગુનાની વધુ તપાસ શ્રી વી.એ.શાહ પો.સ.ઇ. ઠાસરા નાઓ કરી રહેલ છે. 

ઠાસરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..