Back

રામ જન્મ ભૂમિ અંતર્ગત રાજુલા શહેર માં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું

રાજૂલા મા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અંતર્ગત રાજુલામાં તાલુકાનું મધ્યસ્થ કાર્યાલયનું સંતો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.

આજ રોજ તારીખ તા-૧૫-૧-૨૦૨૧ થી તા-૨૭-૨-૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે વ્યાપક નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આજરોજ અમરેલી જીલ્લાના રાજુલામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ નિધિ સમર્પણ માટે રાજુલા તાલુકા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ સહયોગ એપાર્ટમેન્ટ માં છતડીયા રોડ ખાતે કરવામાં આવ્યો.રાજુલા સ્વામિનારાયણ મંદિરના શ્રીહરિનંદન સ્વામી, શ્રી નારાયણ સ્વામી, શ્રી કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંતશ્રી શ્રી સનાતન દાસ બાપુ વિશ્વ હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ બીપીનભાઈ વેગડા દ્વારા દીપ પ્રાગટય કરીને આ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું હરિનંદન સ્વામીએ આહવાન કર્યું હતું કે દરેક લોકોને અને દરેક સમાજને મનની ભાવના સાથે નિધિ સમર્પણ કરવાની ભાવના રાખવામાં આવે.આ સાથે તેમણે ૧૧.૧૧૧ રૂપિયા અને નારાયણ સ્વામી એ ૧. ૧૧૧ રૂપિયા નુ દાન નીધી સમર્પણ માટે આપ્યા હતા અને સમર્પણ નીધી ની શુભ શરૂઆત કરી હતી અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને લોકો નો આ ભગીરથ કાર્ય મા જોડાવવા નો અવસર મળ્યો છે તો તેમા તન મન ધન થી જોડાઈ અને આ શુભ કાર્ય મા લાગી જવા અપીલ કરી હતી આ શુભ કાર્ય ના અવસરે આર એસ એસ ના દીપકભાઈ ટાંક દ્વારા શ્રી રામ જન્મભૂમિ અને મંદિરના અભિયાન વિશે સંપૂર્ણ માહિતી આપવા મા હતી.

આ પ્રસંગે આર એસ એસ સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ  સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને અમરેલી જિલ્લાના ભાજપ ના પુર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ તેમજ શહેર ભાજપ ના મહામંત્રી અને નગરપાલિકા ના સભ્ય મયુરભાઈ દવે અશ્વિનભાઈ ખુમાણ વિશ્વ હિન્દુ પરિષદના ઉપ પ્રમુખ જયરાજભાઇ વરૂ પાલિકા ના પૂર્વ પ્રમુખ જેન્તીભાઈ જાની પાલિકા પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ધાખડા જોગદીયાભાઈ તેમજબરાજુલા શહેર ના પીઢ પત્રકાર  રાજુલા શહેર અને આસપાસના તાલુકા ભર માંથી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓ  લોકો ઉપસ્થિત રહ્યા હતા.

યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..