Back

હળવદ ના શિક્ષકે ૮૦ મી વખત રક્તદાન કરી,રક્તદાન મહાદાન ના સુત્ર ને સાર્થક કર્યું

હળવદ ના શિક્ષકે ૮૦ મી  વખત રક્તદાન કરી,રક્તદાન મહાદાન ના સુત્ર ને સાર્થક કર્યું


 તા.૧૮-૦૧-૨૦૨૧ ન સોમવારનાં રોજ જિલ્લા વહીવટી તંત્ર, મોરબી તેમજ જિલ્લા શિક્ષમ વિભાગ મોરબી તથા મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં સૌજન્યથી H.E.S. સ્કૂલ હળવદ ખાતે મહા રક્તદાન કેમ્પ-૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.


આ કેમ્પમાં હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર ગોરી ખાતે આવેલ  રંગ માધ્યમિક શાળા અને શ્રીમતિ હિરાબા ઉ.મા.શાળા નાં મુખ્ય શિક્ષક અને માંડલ તાલુકાનાં કાચરોલ ગામનાં વતની  ડૉ.મહેન્દ્ર ઉર્ફે માહી પટેલે ૮૦મી વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. તેઓ સન ૧૯૯૫ની સાલથી દર ત્રણ માસે નિયમિત રક્તદાન કરે છે અને વિવિધ સામાજિક સેવા કાર્યો સાથે જોડાયેલા છે.



વિશાલ જયસ્વાલ

હળવદ

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..