Back

મોરબી : ૧૦૮ ની ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું

મોરબી : ૧૦૮ ની ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું

પંચાસર ચોકડી અને વાવડી ચોકડી ની વચ્ચે  કંડલા બાયપાસ જવાના રસ્તા પર ઘરે  જતા મોટરસાયકલ ચાલક નો વાહન અકસ્માત થયેલો હતો જેની જાણ ૧૦૮ મોરબી સિવિલ ની ટીમ ને થતાં તરત જ ઇમટી અજયભાઈ અને પાઇલોટ સતીસભાઈ ૧૦૮ લઈ ને રવાના થયા હતા ત્યાં પહોંચી ને  એમને  ઇજાગ્રસ્ત વક્તિને સારવાર અર્થે મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયે ૧૦૮ ની ટીમ ને ૭૭
,૦૦૦ રોકડ રકમ અને પર્સ મળી આવેલ હતું જેને ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત વ્યક્તિ નાં  પુત્ર  ને તે પાછા આપી ને એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડયું છે.

 

આ રીતે ૧૦૮ ની ટીમ મોરબી જિલ્લામાં પ્રમાણિકતા અને જીવનદાયક બની ને મદદરૂપ થાય છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..