Back

મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર.સી.એચ.અધિકારીએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો.

મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર.સી.એચ.અધિકારીવેકસીનનો પ્રથમ ડોઝ લીધો.

કોવિડ વેકસીન ના રસીકરણ મહાઅભિયાન ના ભાગરૂપે મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. વિપુલ કારોલીયા એ કોવિશિલ્ડ વેકસીન નો પ્રથમ ડોઝ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લીધેલ
છે.

પુણે ની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નિર્મિત કોવિડ ની કોવિશિલ્ડ વેકસીન રસીકરણ મહાઅભિયાન માં દરેક આરોગ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર અને મોરબી ની જાહેર જનતા ને જ્યારે પણ પોતાનો વારો આવે ત્યારે કોઈ પણ પ્રકાર ની ચિંતા અને ડર દૂર કર્યા વગર કોવિડ વેકસીન લે તેના માટે અનુરોધ તેઓએ કરેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..