Back

નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં ગરૂડેશ્વર તાલુકામાં “કિસાન સૂર્યોદય યોજના” નો પ્રારંભ : ૭ ગામોને અપાયેલો લાભ

નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં ગરૂડેશ્વર તાલુકામાં “કિસાન સૂર્યોદય યોજના” નો પ્રારંભ : ૭ ગામોને અપાયેલો લાભ

રાજપીપળા : જુનેદ ખત્રી

ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી રમણભાઇ પાટકર, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમે ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, એ.પી.એમ.સીના ચેરમેન જયંતીભાઇ તડવી, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, શારદાબેન તડવી તેમજ ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમા ગરૂડેશ્વર એ.પી.એમ.સી ખાતે નર્મદા જિલ્લામા બીજા તબક્કમાં ગરૂડેશ્વર તાલુકામાં “ કિસાન સૂર્યોદય યોજના” ના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં રાતનાં ઉજાગરા, વન્ય જીવ જંતુ કરડવાના ભયમાંથી મુક્તિની સાથે પાણીનો વ્યય પણ અટકશે અને ખેડૂતો પોતાના ખેત પેદાશોની સારી ઉપજ પણ મેળવી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો પોતાના મૂલ્યવર્ધિત પાકોનું પ્રવાસીઓને તેના વેચાણ થકી ખેડૂતોની આવકમાં પણ વૃધ્ધિ થશે.

નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં “કિસાન સૂર્યોદય યોજના” નો ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, બિલથાના, ગલૂપુરા, ભેખડીયા, પાન તલાવડી, વવીયાલા અને અકતેશ્વર ગામથી પ્રારંભ થયો છે. આગામી સમયમાં જિલ્લાના તમામ ખેડૂતોને તબક્કાવાર આ યોજના અંતર્ગત દિવસ દરમિયાન ૮ કલાક વીજ પુરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાશે. અગાઉ તિલકવાડા ખાતે માત્ર એકજ ૬૬ કે.વી. વીજ સબ સ્ટેશન હતું, તેની જગ્યાએ ગરૂડેશ્વર તાલુકામાં હાલમાં ૨ સબસ્ટેશન કાર્યરત થયેલ હોઇ, ખેડૂતોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળી રહ્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..