ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે નીલ ગાય ના ત્રાસ થી ખેડૂતો લાચાર
વિશાલ ચૌહાણ દ્વારા
ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે નીલ ગાય ના ત્રાસ થી ખેડૂતો લાચાર
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામ ના ખેડુત ના ખેતરમાં પંદરેક નીલ ગાય નુ ટોળુ આવી જતા પાંચ વિધા ના ચણા ના વાવેતર ને સાફ કરી નાખ્યા ખેડુત ત્રણ મહિના મહેનત કરી પોતાનુ પેટયુ રળતા હોય છે ત્યારે તેના ખેતર માં પાંચ વિધા જમીન મા ચણા વાવેલ હોય આવા મોંધાડાટ બિયારણ ખાતર અને ત્રણ મહિના મહેનત કરી પોતાના બાળકોનુ પેટ ભરતા હોય છે પણ આ જંગલી પ્રાણીઓ દ્વારા એક ઝટકામાં ખેડૂત ની મહેનત પાણીમાં
પોતાની માલીકી ની પાંચ વિધા જમીન મા પાંચ વિધા નુ ચણા નુ વાવેતર કરેલ પણ આ જંગલી નીલ ગાય ખેતરમાં આવી ચડતા પાંચ વિધા ના ચણા ખાઈ ગયા
જંગલ ખાતા દ્વારા સ્થળ તપાસ કરી અને મને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માં માંગ ઊઠી છે



