Back

પાલેજના એસ કે નગર વિસ્તારમાં રહેતી યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો

પાલેજના એસ કે નગર વિસ્તારમાં રહેતી યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો

ભરૂચ જિલ્લાના પાલૅજના એસકે નગર વિસ્તારની યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી નગર તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. પાલેજ નગરના એસ કે નગર -2પાસે આવેલી આયશા મસ્જિદની સામે રહેતી નમીરા બાનુ ઇમરાન ખાન પઠાણ ભરૂચની લક્ષ્મીનારાયણ કોલેજમાં અભ્યાસ કરતી હતી તે યુવતીએ સમગ્ર કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં ટૉપ લૅવલૅ પાસ થતા તેણી ગોલ્ડ મેડલ માટે સિલેક્ટ થઈ હતી નમીરા બાનુ ને ગાંધીનગર ખાતે યોજાયેલા વાર્ષિક કોન્વોકેશનમાં રાજ્યના મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણી ના હસ્તે ફાર્મસીમાં ટોપર થવા બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે પાલેજ ગ્રામ પંચાયત તરફથી આવનાર 26 મી જાન્યુઆરીના રોજ બુનિયાદી કુમારશાળા માં તેણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે અને સાથે સાથે પાલેજ ગ્રામ પંચાયતના સરપંચ નસીમબાનુંના હસ્તે તેણીને સાલ ઑઢાવી તથા પુષ્પગુચછથી તેમનું સન્માન કરવામાં આવશે. એમ જાણવા મળ્યું છે નમીરા બાનુ એ સમગ્ર પાલેજ નગરનું નામ રોશન કરેલ હોય તેણી તથા તેના માતા-પિતા તથા પરિવાર ને ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સલીમ વકીલે અભિનંદન પાઠવ્યા હતા



ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..