Back

ગુજરાતમાં રિન્યૂ પાવર દ્વારા ગિફ્ટ વાર્મ્થ જુંબેશની 6ઠ્ઠી એડિશન શરુ થઇ

રાજ્યના ભુજ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં 9,000 ધાબળા વિતરણ કરવાની જુંબેશ હાથ ધરેલ છે

અમદાવાદ, ઇન્ડિયા, જાન્યુઆરી, 2021 - ભારતની સૌથી મોટી રિન્યુબલ એનર્જી કંપની રિન્યુ પાવર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે કંપની દ્વારા ગુજરાતમાં વાર્ષિક ગિફ્ટ વાર્મ્થ જુંબેશની 6ઠ્ઠી આવૃત્તિ શરૂ કરાયેલ છે.જુંબેશ હેઠળ આ વર્ષે, રિન્યુ પાવર રાજ્યના ભુજ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 9,000 ધાબળાઓનું વિતરણ કરશે.


કંપનીના કર્મચારીઓ દ્વારા,સોશિયલ ડિસ્ટન્સીન્ગના શિષ્ટાચારને અનુસરીને તથા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કંપનીના પ્રોજેક્ટ વિસ્તારના નજીકના ગામો મા ધાબળા વિતરણનું કાર્યહાથ ધરવામાં આવેલ છે. આ પહેલની શરૂઆત કંપની દ્વારા વર્ષ 2015માં જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કાતિલ ઠંડી સામે રક્ષણ આપવાના પ્રયાસ રૂપે થઈ હતી અને આજ સુધીમાં તે દેશભરમાં 90,000 ધાબળાઓનું વિતરણ કરેલ છે.


આ પહેલ વિશે બોલતા, રિન્યુ પાવરના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર શ્રીમતી વૈશાલી નિગમ સિંહાએ જણાવ્યું કે, “ગિફ્ટ વાર્મ્થ“ એ ક્લાયમેટ ચેન્જના કારણે ઉત્તપન થતી આડઅસરથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે. પ્રોગ્રામ પાછળનો વિચાર ફક્ત ધાબળા વિતરણ કરવાનો નથી, પરંતુ ટકાઉ જીવનશૈલી પર જાગૃતિ ફેલાવવાનો છે અને લોકોને આપણા અશ્મિભૂત ઇંધણના (ફોસ્સિલ ફ્યૂલ) આધારિત જીવનશૈલીના નુકસાનકારક પ્રભાવો વિશે શિક્ષિત કરવાનો છે.


ગુજરાતમાં રિન્યુ પાવરના હેડ શ્રી દિલબાગ શર્માએ જણાવ્યું કે,  “રિન્યુ પાવર દેશની અગ્રણી પાવર ઉત્પાદક કંપની છે અને ગુજરાત સરકારના રિન્યુબલ એનર્જીમિશનમાં સક્રિય ભાગીદાર છે જેભારતની એનર્જી સિક્યુરિટીના મિશનને આગળ વધારે છે.“ગિફ્ટ વાર્મ્થ” દ્વારા, સમાજના અસમર્થવર્ગ સુધી પહોંચવા અને તેમને અસરકારક રીતે કાતિલ ઠંડીનો સામનો કરવામાં મદદ કરવાનો નમ્ર પ્રયાસ છે.અમે રાજ્યના વહીવટીતંત્રના આભારી છીએ કે જેણે અમને જરૂરિયાતમંદો સુધી પહોંચવામાં મદદકરી છે અને અમારી ધાબળા વિતરણ જુંબેશ દરમિયાન અમને સતત માર્ગદર્શન અને ટેકો આપેલ છે.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..