Back

સુરત : ગમખ્વાર અકસ્માતમાં ૧૫ના મૃત્યુ, રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત

સુરત : ગમખ્વાર અકસ્માતમાં ૧૫ના મૃત્યુ, રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત

સુરતના કીમ ચાર રસ્તા નજીક મોડી રાતે બેકાબૂ બનેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી નાખતા પંદર લોકોના મોત થયા છે. પાલોદ ગામની સીમમાં કીમ માંડવી રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યુ હતુ.

મળતી માહિતી મુજબ મધરાત બાદ આ ડમ્પર કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહ્યું હતું. ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ડમ્પર અથડાયા બાદ બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ ડમ્પર બાજુમાં ફૂટપાથ પર સૂઇ રહેલા ૧૮ જેટલા શ્રમજીવીઓ પર ફરી વળી હતી. જેમાં એક બાળકી સહીત ૧૨ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.  જ્યારે ૬ જેટલા શ્રમજીવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યાં સારવાર દરમ્યાન વધુ ત્રણ લોકોનો જીવ ગયો હતો. ત્યારે રાજ્ય સરકારે મૃત્યુ પામેલા તમામ શ્રમજીવીના પરિજનોને ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 

સુરત અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..