Back

અરવલ્લીમાં મોડાસા ગઢડા કંપા ગામે ઓર્ગેનિક ગોળ બનાવતા પ્રગતિશીલ ખેડૂત.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરોચીફ )

અરવલ્લીમાં  મોડાસા ગઢડા કંપા ગામે ઓર્ગેનિક ગોળ બનાવતા પ્રગતિશીલ ખેડૂત.

અરવલ્લી  જિલ્લામાં હવે ખેડૂતો નવીન ખેતી કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને તેમાંય ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતો વધારે રસ દાખવી રહ્યા છે, મોડાસા તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું, જો કે બજારમાં ક્યાં વેચવી તેનો સવાલ હતો,, એટલું જ નહીં થોડાક સમય બાદ લોક ડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી,ઘઉ,ચણા, કપાસ  જેવી ખેતી થતી હોય છે, ઉત્તર ગુજરાત માં શેરડી ની ખેતી કરવાનું સાહસ ભાગ્યેજ કોઇ ખેડુત કરે છે. આવામાં ગઢડાકંપના ખેડૂત મીતેશ પટેલે નવતર પ્રયોગ કરી સુભાષ પાલેકર પ્રેરીત ઓર્ગેનીક પદ્વિતી અપનાવી શેરડીની ખેતીને કરી હતી. તેમના ખેતરમાં તૈયર થયેલ શેરડીને તેઓ બજારમાં વેંચવાને બદલે તેમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે.  કાચા માલના ભાવ કરતા ઓર્ગેનીક ગોળનું  વેચાણ કરી મીતેશ પટેલ સારી એવી આવક મેળવી રહ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે મીતેશ પટેલે સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડુતો માટે નવો ચીલો ચીતર્યો છે 

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..