Back

હવે e-EPICના માધ્યમથી મતદાર ઓળખકાર્ડ મેળવવું બન્યું સરળ

હવે e-EPICના માધ્યમથી મતદાર ઓળખકાર્ડ મેળવવું બન્યું સરળ

સરળ ૫ સ્ટેપ્સ દ્વારા ડાઉનલોડ થશે મતદાર ઓળખકાર્ડ

હવે દરેક નાગરીક પોતાનું મતદારા ઓળખકાર્ડ સરળતાથી જાતે જ મેળવી શકશે. ચુંટણી પંચ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ ઉજવણી થનાર છે. જે અંતર્ગત e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવનાર છે. જેના થકી દરેક નાગરીક પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા જ પોતાનું પ્રમાણભૂત ચૂંટણી કાર્ડ મેળવી શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમનું મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવનાર છે.

આ રીતે મેળવી શકાશે મતદાર ઓળખકાર્ડ (e-EPIC) :

આ e-EPIC નવા નોંધાયેલા મતદારો કે જેઓએ તેમનો મોબાઇલ નંબર નોંઘાવેલ છે અને ખાસ સંક્ષીપ્ત સુધારણા-૨૦૨૧ દરમ્યાન એટલે કે તા.૯-૧૧-૨૦૨૦ થી તા.૧૫-૧૨-૨૦૨૦ સુધી ફોર્મ ભરેલ છે તેઓ તા.૨૫-૦૧-૨૦૨૧ના રોજ થી ભારતના ચૂંટણી પંચની Voter Helpline Mobile app (Android/iOS), https://voterportal.eci.gov.in/ તથા https://nvsp.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. જેના માટે અરજદારે સૌપ્રથમ વોટરપોર્ટલ પર રજીસ્ટર/લોગીન કરી Download e-EPIC લીંક પર કલીક કરવું, ત્યારબાદ ચુંટણી ઓળખપત્ર નંબર/ફોર્મ-૬નો રેફરન્સ નંબર અને રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરી e-EPIC ડાઉનલોડ કરી શકશે. જ્યારે અન્ય તમામ મતદારો તા.૦૧-૦૨-૨૦૨૧ના રોજ થી e-EPIC ડાઉનલોડ કરી શકશે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..