Back

હાલોલના વરસડા ચોકડી ખાતે ભારતીય સેવા સમિતિ દ્વારા સૂભાષચંદ્ર બોઝની જન્મજંયતિ નિમીત્તે રક્તદાન યોજાયુ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા નારો આપી ભારત દેશના યુવાનોને ગુલામીના સમયે અંગ્રેજો સાથે જ જુસ્સાપૂર્વક  લડીને માં ભારતીને આઝાદ કરવાનું સ્વપ્ન આપી આઝાદ હિન્દ ફોઝની સ્થાપના કરનાર અને યુવાનોને આઝાદીની જંગમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાનું પ્રોત્સાહન આપનાર ભારત માતાના વીર સપૂત સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે હાલોલ તાલુકાના અરાદ ગામ નજીક અરાદ રોડ પર  આવેલ વરસડા ચોકડી ખાતે માં ભારતી સેવા સમિતિ હાલોલ દ્વારા સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માં ભારતી સેવા સમિતિના યુવાનો સહિત પંથકના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જેમાં બપોર સુધીમાં 150 બ્લડ યુનિટ એકત્રિત કરી લેવાયું હતું જ્યારે મોડી સાંજ સુધી ચાલનારા આ રક્તદાન શિબિરના  કાર્યક્રમમાં 250 ઉપરાંત બ્લડ યુનિટ એકત્રિત કરવાનું આયોજન કર્યું હોવાનું માં ભારતીય સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..