આમ આદમી પાર્ટી દ્વારા જાહેર થયેલા ત્રીજી યાદીમાં ૮ ઉમેદવાર મોરબીના જાહેર
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર
થયેલા ત્રીજી યાદીમાં ૮ ઉમેદવાર મોરબીના જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ના
ભણકારા વાગી રહ્યા ત્યારે ગુજરાતમાં સહુ પ્રથમ તમામ સ્થાનિક સ્વરાજની તાલુકા
પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડવા
જઇ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક નવી શરૂઆત કરેલ છે હજુ ચૂંટણી અયોગ્ય
દ્વારા ચૂંટણી જાહેર પણ નથી કરાઈ ત્યારે આપ પોતાના ઉમેદવારો જાહેર કરવા લાગ્યું છે
આજે ગાંધીનગર ખાતે ત્રીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં દિલ્હી ના MLA અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ
પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સાથે અન્ય આપ ના નેતાઓ હજાર
રહેલ.
આ પહેલા પ્રથમ યાદીમાં 504 બીજી
યાદીમાં 650 અને આજે ત્રીજી યાદીમાં 527 જેટલા ઉમેદવાર ના નામ જાહેર કરેલ અત્યાર
સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 1731 ઉમેદવારોના નામ જાહેર કરેલ આજે જાહેર કરેલ
નામોમાં મોરબી જિલ્લાના ૮ ઉમેદવારોનો સમાવેશ થાય છે જેમાં મોરબી નગરપાલિકા વોર્ડ-1
માંથી ચંદ્રકાંતભાઈ રામાનુજ, વોર્ડ-8 માંથી રહેના બહેન માંધાતા, વોર્ડ-13માંથી દક્ષાબહેન સી જોશી નો સમાવેશ થાય છે જ્યારે અન્ય માં
માહિક જિલ્લા પંચાયત સીટ પર મનસુખભાઇ સર્વેયા,
ગરિયા તાલુકા પંચાયત સીટ પર અર્જુનસિંહ વાળા, ચંદ્રપુર તા.પ. સીટ માં નફિસબેન
દેકવાડિયા, નેકનામ નલિનભાઈ દેત્રોજા અને વાંકાનેર નગરપાલિકા વોર્ડ-૪ માંથી
તોફિક અમરેલીયાનું નામ જાહેર થયેલા છે.
અત્યાર સુધીમાં મોરબી જિલ્લા માંથી આમ આદમી પાર્ટી દ્વારા 36 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમ એ.કે.પટેલ મોરબી જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી, મહેશ રાજ્યગુરુ પ્રમુખ આમ આદમી પાર્ટી મોરબી શહેર, પરેશ પારીઆ જિલ્લા મીડિયા કોર્ડિંનેટરની અખબારી યાદીમાં જણાવાયું છે.



