Back

પાવાગઢ પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક જાગૃતિની સમજ અપાઈ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર.કાદિરદાઢી


યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ પોલીસ મથકની ટીમે માચી ત્રણ રસ્તા ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરી સ્થાનિક વાહનચાલકો  તેમજ પાવાગઢ માચી  અને હાલોલ સહિત વિવિધ  રૂટ પર જતા વાહનચાલકો સહીત બહારગામથી આવતા અને પાવાગઢ ખાતે અવર-જવર કરતા વાહનચાલકોને ટ્રાફિક નિયમોની સમજ આપી વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી કાળજી તેમજ માર્ગ પર ટ્રાફિક નિયમો પાળવા સહિતના વિવિધ ટ્રાફિક નિયમોની સમજ આપતા અને રોડ પર લગાવેલા આદેશાત્મક ચિન્હો ની સમજ આપતા પેમ્પલેટ અને વિતરણ કર્યું હતું 

     જ્યારે પાવાગઢ ખાતે ના સ્થાનિક વાહનચાલકોને એકત્રિત  કરી તેઓની સાથે સીધો સંવાદ યોજી પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ પી.એન.સિંહ ના માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના કર્મચારીઓ સુનિલભાઈ શર્મા અને અશોકભાઈએ ટી.આર.બી.ના  જવાનોને સાથે રાખી  સ્થાનિક વાહન ચાલકો સાથે  ટ્રાફિક નિયમોની ચર્ચાઓ કરી ટ્રાફિક માર્ગ સલામતી જાળવવા અને અકસ્માતો નિવારવા માટે કઈ રીતે વાહનોને રોડ પર ચલાવવા જોઈએ અને કેવા કેવા ચિન્હોને જોઈને વાહનો પર પોતાનો કંટ્રોલ કરવો જોઇએ તે અંગેની સમજ વાહનચાલકોને આપી તેઓને વિવિધ નિયમો તેમજ ચિન્હો વાળા પેમ્પલેટનું વિતરણ કર્યું હતું

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..