Back

રાજકોટ આઈ.સી.ડી.એસ કચેરીને આર.ટી.આઈ કાર્યકરે કરી અપીલ !

રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નિયમો અનુસાર કાર્યવાહી કરશે કે આવ ભાઈ આપડે  બેઉ સરખા?

   માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માગતી અરજી આર.ટી.આઈ કાર્ય કરેલ હતી તેનો જવાબ સંતોષકારક ના મળતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને અપીલ કરી હતી પણ અપીલકર્તા  ને રૂબરૂ હાજર રહેવા માટે તા.૨૧/૧/૨૦૨૧ મુદત આપેલ  હતી પણ મુદતે હાજર રહેવાનો પત્ર તા.૨૨/૧/૨૦૨૧ના રોજ મળેલ હતો છે ને નવાઈ ની વાત? જેથી આર.ટી.આઈ કાર્યકરે તા.૨૨/૧/૨૦૨૧ ના રોજ ઇ –મેઈલ અને રજી.એડી થી રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને પત્રથી યોગ્ય કાર્યવાહી માટે લેખિત જાણ  કરી અને પત્રમાં જણાવ્યા અનુસાર માહિતી અધિકાર અધિનિયમ અપીલ ના નિયમો મુજબ લેખિત માં જણાવેલ કે જાહેર માહિતી અધિકારી બાળવિકાસ યોજના અધિકારી જસદણ પાસેથી માહિતી ખોટી અને અપૂરતી મળેલ હોવાથી નારાજ થઈ ને અપીલ કરેલ છે અપીલમાં જણાવેલ છે કે જાહેર માહિતી અધિકારીએ ગેરમાર્ગે દોરતી માહિતી આપેલ હોવાથી અપીલ ના નિયમો અનુસાર તેમની સામે દંડનીય કાર્યવાહી ની કરી માંગણી અને સર્વિસ બૂકમાં નોંધ કરીને અપીલકર્તા ને જાણ કરવા જણાવેલ છે વિશેષમાં  અપીલકર્તાએ જ્યારે અપીલ કરેલ ત્યારે તમામ પુરાવા રજૂ કરેલા જેની ખાસ નોંધ લેવા અને બીજી અપીલ નો હકદાર હોવાનું ખાસ લેખિત માં જણાવેલ છે પણ આ સમગ્ર બાબત જોતાં એવું લાગી રહ્યું છે કે આઇ.સી.ડી.એસ.વિભાગ ના રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પોતાની ફરજ ચુકતા હશે? અમોને અંગત સૂત્રો પાસેથી જાણવા મળેલ છે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પોતાના ઉચા અવાજથી સત્યનો અવાજ દબાવવાનો હમેશા પ્રયત્ન કરે છે પણ “હમેશા સત્ય ની સંગાથે નો અવાજ ક્યારેય કોઈ દબાવી શકશે નહીં ભ્રષ્ટાચારીઓ નો નામ નાબુદ થઈ જાય પણ પત્રકારો ની કલમ ની સાહી ક્યારેય સુકાતી નથી !      

ઉપલેટા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..