મોરબી : દોઢ વર્ષના બાળકનું તેમની માતા સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ
મોરબી
: દોઢ વર્ષના બાળકનું તેમની માતા સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ
દોઢ વર્ષના બાળકનું તેમની માતા સાથે મિલન તેમજ પતિ-પત્નીનાં સંસારનું સુખદ પુનઃ સ્થાપન
તારીખ ૨૨/૦૧/૨૧નાં રોજ ૧૮૧ માં પીડીતા બહેનનાં માતા દ્વારા
ફોન આવેલ કે તેમની દીકરીનાં સાસરીવાળા તેમની દીકરીને હેરાન કરેલ છે. અને તેમનું દોઢ
વર્ષનું બાળક એ લઈ લીધેલ છે. અને તેઓને બાળક પાછું આપતા નથી. આથી ૧૮૧ની અભયમ ટીમ તરત
જ સ્થળ પર દોડી ગયેલ અને માહિતી મેળવેલ ત્યારે પીડિતા બહેને જણાવેલ કે, તેઓના લવ મેરેજ છે. તેમજ
તેઓના પતિ સાથે ઝઘડો થયેલ હતો. તેમના પતિ દારૂ પી ને તેમની સાથે મારપીટ કરતો હતો. અને
કઇપણ કમાઈને આપતો ન હતો.
આથી પીડિતા ખૂબ જ ડરી ગયેલ હાલતમાં અને ગભરાયેલ હાલતમાં તેમના માતૃગૃહે પહોંચેલ તેમજ તેમનું બાળક તે લેવા દેતા નહોતા અને આથી પીડિતા બહેને ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયેલ હતી. આથી પીડિતા બહેનના પતિને બોલાવેલ અને તેમની સાસરીવાળી ને બોલાવેલ બંને પક્ષ ખૂબ સમજાવીને તેઓનું કાઉન્સલીંગ કરેલ અને માતા-પુત્રનું પુન:મિલન કરાવી પીડિતા ના ઘર સંસારનું પણ પુન: સ્થાપન ૧૮૧ અભયમ ટીમનાં કાઉન્સલર ભટ્ટી પિન્કી, પાઇલોટ રાજભાઈ અને કોન્સટેબલ હંસાબેન દ્વારા કરવામાં આવેલ.



